ગોંડલ, તા. 12
ગોંડલમાં બે દિવસમાં રખડતા શ્ર્વાનોના આતંક લઈને 57 લોકો ભોગ બન્યા હતા જેમા આજે 15 લોકોનો વધારો થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે હડકવાની રસીનો સ્ટોક ખલાસ હોય દર્દીઓને ના છૂટકે રાજકોટ ખસેડવામાં આવી રહ્યા હતા. બનાવની ગંભીરતા સમજી શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ધારાસભ્યના પ્રતિનિધિ જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ) ને જાણ કરવામાં આવતા યુવા અગ્રણી ગણેશભાઈએ ડે. કલેકટર રાહુલ ગમારા સાથે વાત કરી તાત્કાલિક યુદ્ધના ધોરણે અડધી રાત્રીના જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતેથી 50 ઈન્જેકશનનો સ્ટોક મંગાવી સિવિલ હોસ્પિટલ સ્ટાફને પૂરો પાડ્યો હતો. કલાકે કલાકે હડકાયા કુતરાઓ નો ભોગ બનીને લોકો સિવિલ હોસ્પિટલ આવી રહ્યા હોય હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ દર્દીઓને રિફર કરવા દોડાદોડી કરતી હોય શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં દિનેશભાઈ માધડ દ્વારા દર્દીઓ માટે તાકીદ ની એમ્બ્યુલન્સ સેવા પુરી પડાઇ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy