જુનથી આકરા નિયમો: ઓવરસ્પીડ વાહનમાં રૂા.2000 નો દંડ: સગીર પકડાશે તો 25 વર્ષ સુધી લાયસન્સ નહીં મળે

Gujarat | Rajkot | 21 May, 2024 | 04:32 PM
વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવા નિયમો લાગુ કરવાના ચક્રો ગતિમાન
સાંજ સમાચાર

રાજકોટ,તા.21
ગુજરાતમાં વાહનોની વધતી સંખ્યા વચ્ચે ટ્રાફીક નિયમન પડકારજનક બની ગયુ છે અને મહાનગરોથી માંડીને નાના શહેરો સુધી ટ્રાફીકનાં પ્રશ્ર્નો છે ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આગામી જુનથી કેટલાંક નિયમો વધુ સરળ બનાવવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત સગીર વ્યકિત વાહન ચલાવતો પકડાશે તો ભારેખમ દંડ ઉપરાંત 25 વર્ષ સુધી લાયસન્સ ન મળે તેનો નિયમ લાગુ થશે. ઉપરાંત બેફીકરાઈથી અને ઓવરસ્પીડ વાહન ચલાવવા બદલ દંડની રકમ 2000 સુધીની વસુલાશે.

આરટીઓ દ્વારા ટુંક સમયમાં દરેક માટે ડ્રાઈવીંગ માટેનાં નવા નિયમો લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં તે લોકો માટે પણ મુશ્કેલી વધી છે. આજકાલ દરેક વ્યકિત પાસે પોતાનું વાહન છે.પરંતુ હવે આ સુવિધા દુવિધામાં પરિવર્તીત થઈ છે. વધતો ટ્રાફીક લોકો માટે માથાનો દુ:ખાવો થયો છે.

ત્યારે ટ્રાફીકનાં નિયમોનું કડકાઈથી પાલન થાય અને નવા નિયમોથી ટ્રાફીક સમસ્યા હળવી કરવા 1 જુનથી પરિવહન સંબંધીત નવા નિયમો લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત દંડમાં પણ વધારો થશે અને ફરજીયાત પણે દંડ ભરવો પડશે. નિયમ તોડનારે 25 હજાર સુધીનો દંડ ભરવો પડી શકે છે.

સ્પીડ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે. નિયમો અનુસાર કોઈ વ્યકિત વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેને 1000 થી 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.તેમજ સગીર વાહન ચલાવશે તો 25000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ નિયમ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યકિતને લાગુ થશે. તેમજ વાહન માલીકનું ડ્રાઈવીંગ લાયસન્સ પણ રદ થશે. અને સગીરને 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહિં.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj