વિદ્યાર્થીઓ કેનેડાથી કોમ્પ્યુટરનું ઓનલાઇન શિક્ષણ મેળવતા થયા

Local | Surendaranagar | 17 April, 2024 | 01:09 PM
જૈનાબાદ હાઇસ્કૂલને સોલાર લેબ શાળા સાથે સંપૂર્ણ વાઇફાઇ કરાઇ : આજુબાજુના ગામના 370થી વધુ બાળકોની કારકિર્દી ઉજ્જવળ બનશે
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 17
સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી તાલુકાની જૈનાબાદ હાઇસ્કૂલને સોલાર લેબ શાળા સાથે સંપૂર્ણ વાઇફાઇ કરવામાં આવી છે. ગુજરાતની સૌ પ્રથમ સોલાર લેબ સાથેની વાઇફાઇ શાળામાં જૈનાબાદ સહિત આજુબાજુના ગામના 370થી વધુ બાળકો હવે કેનેડાથી અંગ્રેજી અને કોમ્પ્યુટરનું ઓનલાઇન શિક્ષણ મેળવતા થયા છે. ત્યારે આ બન્ને મહત્વના વિષયોનાં શિક્ષણ થકી આ વિદ્યાર્થીઓની કારકિર્દીને નવી દિશા મળશે તેવી આશા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકો આમ તો ખારાપાટ તરીકે ઓળખાય છે. કારણ કે આ તાલુકામાં મોટા ભાગના વિસ્તારનો સમાવેશ કચ્છના રણમાં થાય છે. અને અહી મુખ્તવે મીઠા ઉદ્યોગ સિવાય અન્ય કોઇ રોજગારી પણ નથી. ત્યારે આ રણના કાંઠે આવેલા જૈનાબાદ ગામની શ્રીમતી ઝુબેદાબેગમ હાઇસ્કૂલમાં સોલાર પાવરેડ કોમ્પ્યુટર લેબની શરૂઆત કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO)ની આગેવાનીમાં ગ્રીન હોપ ફાઉન્ડેશન દ્વારા સંપૂર્ણપણે વાઇફાઇની સુવિધાઓ સાથે સોલાર પેનલથી હવે કોમ્પ્યુટર લેબ ચાલશે. એમાં કોમ્પ્યુટર અને પ્રોજેક્ટર દ્વારા જૈનાબાદ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ હવે ઓનલાઇન કેનેડાથી ઇંગ્લીશની સાથે કોમ્પ્યુટરનું શિક્ષણ મેળવતા થયા છ
જૈનાબાદ હાઇસ્કૂલને સોલાર લેબ શાળા સાથે સંપૂર્ણ વાઇફાઇ કરાઇ.

આ લેબમાં ગ્રીન હોપ ફાઉન્ડેશન દ્વારા કોમ્પ્યુટર, પ્રોજેક્ટર, ડેસ્કટોપ અને પ્રિન્ટર સ્પોન્સર કરવામાં આવ્યા હતા. જેના થકી કોમ્પ્યુટર ક્લાસ અને ઓનલાઇન ઇંગ્લીશના ક્લાસ લેવામાં આવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રીન હોપ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર દેશમાંથી જૈનાબાદની શાળાને જ પસંદ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા રૂપિયા 2.50 લાખથી વધુના ખર્ચે લેબ તૈયાર કરવામાં આવી છે.

સોલાર દ્વારા લેબ કાર્યરત કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે આ વિસ્તારમાં અવારનવાર લાઇટો ગુલ થઇ જાય છે. ત્યારે વિજળીના અભાવે વિધાર્થીઓના અભ્યાસને અસર ન થાય તેમજ શાળા પર વીજબીલનો વધારાનો બોજો ન પડે તેવા ઉદ્દેશ થી સોલાર લેબ શરૂ કરવામાં આવી છે. જૈનાબાદ રણકાંઠાનું ગામ હોવાથી આ શાળાના બાળકો માટે કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ મેળવવુ તે એક સપના જેવુ હતુ. ત્યારે શાળાના ટ્રસ્ટી તેમજ આચાર્યની મહેનતના કારણે વિદ્યાર્થીઓનું આ સપનુ સાકાર થતાં જ વિદ્યાર્થીઓ અત્યારથી જ હોંશે હોંશે અભ્યાસ કરવા લાગી ગયાં છે.

વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજ્જવળ
ગ્રીન હોપ ફાઉન્ડેશન સંસ્થાન નિષ્ણાંતો દ્વારા આ વિદ્યાર્થીઓને ઓનલાઇન કોમ્પ્યુટર તેમજ અંગ્રેજી સહીતના વિષયો શિખવવામાં આવે છે. શરૂઆતમાં અંગ્રેજીના કારણે વિદ્યાર્થીઓ થોડી મુંઝવણ અનુભવે છે. તો આચાર્ય અને શિક્ષકો દ્વારા તેમને મદદ કરી નિષ્ણાંતો દ્વારા આપવામાં માહિતીનું ગુજરાતી કરી સમજ આપવામાં આવે છે. આ શાળામાં અભ્યાસ કરતા લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓ સામાન્ય કે ગરીબ પરિવારમાંથી આવે છે. ત્યારે આ વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન ક્લાસિકમાં જઇ કોમ્પ્યુટર અને અંગ્રેજી જેવા વિષયોનું શિક્ષણ લેવુ પરવડે તેમ ન હતું. ત્યારે હવે શાળામાં જ આ સુવિધાઓ ઉભી કરવામાં આવતા જૈનાબાદ ગામ તેમજ આસપાસનાં ગામોના વિદ્યાર્થ ગામોના વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજ્જવળ બનશે તેવી આશા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj