રાજકોટ,તા.3
એસ.ટી.નિગમે ગુજરાતનાં લાખો વિદ્યાર્થીઓનાં હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.જે મુજબ હવે વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે બસસ્ટેશને ધકકો ખાવો પડશે નહી અને ઘરે બેઠા જ ઓનલાઈન પાસની વ્યવસ્થા કરી શકશે.
આ અંગે એસ.ટી.વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ઈ-પાસ સિસ્ટમ પર થી વિદ્યાર્થી જાતે પોતાની રીતે કોમ્પ્યુટર/મોબાઈલ પરથી પોતાના અનુકુળ સમયે પાસ માટેનું ફોર્મ હવે ભરી શકશે. સદર પાસ સિસ્ટમ પર વિદ્યાર્થી સ્કૂલ દ્વારા આપવામાં આવતા એક જ સીટીએસ નંબર પરથી પાસના ફોર્મની વિગતો ખુબ જ સરળતાથી ભરી શકે છે.
વિદ્યાર્થીને પાસ ભરવા માટે બસ સ્ટેશન આવવાની જરૂરિયાત રહેતી નથી જેથી વિદ્યાર્થીના સમયનો બચાવ થશે.ઈ-પાસ સિસ્ટમમાં ટેબ પરથી વિદ્યાર્થી પોતાના પાસ માટે કરેલ એપ્લીકેશનનું સ્ટેટસ જાતે ચકાસી શકશે.વિદ્યાર્થી પોતે પાસ માટે ફી ઓનલાઈન કે ઓફલાઈન કોઈપણ રીતે ભરી શકશે.તથા ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થી પોતાના નજીકના ડેપો/ કંટ્રોલ પોઈન્ટ ખાતે જઈ પોતાનો પાસ મેળવી શકશે.
સદર ઈ-પાસ સિસ્ટમ શિક્ષણ વિભાગના સર્વર સાથે સંકલિત હોય ડુપ્લીકેટ પાસ નીકળવાની શકયતા રહેતી નથી.વધુમાં એસ.ટી.વિભાગના જણાવ્યા મુજબ હાલમાં રાજકોટ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ 10 ડેપો ખાતેથી ઓનલાઇન પાસ કાઢવા બાબતે ઓનલાઈન ડેમો સાથે શાળા કોલેજમાં જઈને સદર કામગીરી કરતા પાંચ ક્લાર્ક અને ડેપો મેનેજર તેમજ વિભાગે કચેરીના અધિકારી દ્વારા સદર કામગીરી હાથ ધરવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓમાં વધુમાં વધુ જાગૃતતા આવે અને પાસ માટે કોઈપણ જાતની મુશ્કેલી ના અનુભવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy