માંગરોળમાં મધરાતે સોની વેપારીની આત્મહત્યા

Crime | Junagadh | 18 May, 2024 | 11:19 AM
પંખા સાથે ફાંસો ખાધેલી લાશ મળી આવતા દુબઇ રહેતા ભાઇઓને જાણ કરાઇ
સાંજ સમાચાર

(વિનુભાઇ મેસવાણિયા)
માંગરોળ, તા. 18
માંગરોળમાં સોની યુવાને મોડી રાત્રિના પોલીસ કાર્યવાહી કર્યા બાદ લાસ ને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. માંગરોળ બહારકોટમાં રહેતા સોનિ યુવાન ઉ.વ.34 અરૂણહરેશભાઈ સતીકુવરએ પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી લીધી હતી. 

મળતી વિગત મુજબ અરૂણ લાંબા સમય દુબઈ રહેલ જે છેલ્લા દોઢ બે વર્ષથી જસદણ લગ્ન થતા જસદણ રહેતો હતો જે ગઈ કાલે સાંજના ચારેક વાગે જસદણથી પોતાના મૂળ વતન માંગરોળમાં પોતાના ઘરે એકલો આવેલ અને લાંબા સમયે આવતા અનેક મિત્રોને મળેલ. જેણે પોતાના માલિકી મકાનમાં રાતના 11  વાગ્યા આસપાસ પોતાના મકાન ના પંખામાં દોરી બાંધી  ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધેલ છે.

અરૂણની પત્ની જસદણ મુકામે રહેતી હોય જસદણ થી ફોન કરતા ફોન ન ઉપાડતા તેણે તેની બાજુમાં રહેતા પરિવારને ફોન કરી જણાવેલ કે મારા પતિ ફોન ઉપાડતા નથી તપાસ કરો જે તપાસ કરવા જતા ફાંસી ખાધેલિ હાલતમાં જોતા તેણે માંગરોળ પોલીસને તેમજ પાડોશ ને જાણ કરી લાશને માંગરોળ સરકારી હોસ્પિટલે પીએમ અર્થે લઈ જવા માં આવી છે.

જોકે તેના પરિવારમાં બે ભાઈઓ જ હોય એક ભાઈ દુબઈ રહે છે જેને જાણ થતા તેણે પણ ઈમરજન્સી ટિકિટ લઈ માંગરોળ આવવા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ પરિવારજનોના નિવેદન લઇ તપાસને આગળ ધપાવશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj