કેજરીવાલને લાંબો જેલવાસ સહન કરવો પડે તો પણ પ્લાન બી તૈયાર

‘આપ’ની કમાન સંભાળી લેતા સુનિતા કેજરીવાલ: નેતૃત્વનો દમ પણ દેખાડ્યો

India, Politics, Lok Sabha Election 2024 | 01 April, 2024 | 05:45 PM
વિપક્ષની રેલીમાં સોનિયા સાથે પ્રથમ હરોળમાં બેઠા: લોકસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે પણ ફરી વળવા તૈયારી
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.1
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલાતા એક તરફ તેમને જામીન  માટેનો જંગ શરુ થશે તો બીજી તરફ દિલ્હીમાં મુખ્યમંત્રી વગર સરકાર ચલાવવા મુદ્ે હવે એલજી પણ મેદાનમાં આવશે અને માનવામાં આવે છે કે એકાદ બે દિવસમાં જ દિલ્હીમાં લેફ. ગર્વનર દિલ્હી સરકારને રીપોર્ટ કરશે અને આગામી સમયમાં તે અંગેનો કાનૂની જંગ પણ શરુ થશે.

બીજી તરફ કેજરીવાલની ગેરહાજરીમાં તેમના પત્ની સુનિતા કેજરીવાલે હાલ પક્ષની કમાન સંભાળી લીધી છે. હોવાના સંકેત છે. જો કે તેમને સ્પષ્ટ કર્યું કે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ નહીં આપે તેમણે એવો દાવો કર્યો કે કેજરીવાલને જોઇને મને અનેક વખત એવું લાગે છે કે તેઓ એક સ્વાતંત્ર્ય સૈનાની છે અને આઝાદીના સંગ્રામમાં પણ ભાગ લીધો હશે અને દેશ માટે લડતા લડતા શહિદ થયા હશે. ભગવાને ફરી નવા જન્મમાં કેજરીવાલને ભારત માટે સંઘર્ષ કરવા મોકલ્યા છે.

આમ આદમી પાર્ટીમાં પણ સુનિતા કેજરીવાલની સ્વીકાર્યતા વધતી જાય છે ગઇકાલે રામલીલા મેદાનમાં વિપક્ષી રેલીમાં તેઓ પ્રથમ હરોળમાં સોનિયા ગાંધીની સાથે બેસેલા નજરે ચડ્યા હતા અને તેઓ પીઢ રાજકીય નેતા હોય તે રીતે એન્ટ્રી કરી હતી અને માનવામાં આવે છે કે હવે કેજરીવાલને જો લાંબો સમય જેલમાં રહેવું પડે તો આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે સુનિતા કેજરીવાલ દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ચૂંટણીનું સુકાન સંભાળી લેશે. તેણે ગઇકાલે મંચ પરથી દેશને 6 ગેરેંટી પણ આપી દીધી. તેમણે આ ઉપરાંત કેજરીવાલના જેલવાસથી જે સહાનુભૂતિ સર્જાય છે તેનો પણ લાભ લેવાનો પ્રયત્ન કર્યો છે અને આ રીતે તેમણે એક રાજકીય પીઢતા પણ દર્શાવી દીધી છે.

► રેલીમાં કેજરીવાલના બંને સંતાનોની હાજરી પણ સૂચક
ગઇકાલે દિલ્હીની રેલીમાં સુનિતા કેજરીવાલ મંચ પર બેઠા હતા તે સમયે કેજરીવાલ દંપતિના પુત્ર અને પુત્રી મંચ સામે જ નજરે ચડ્યા હતા. સુનિતા કેજરીવાલ તેના બંને સંતાનો સાથે રામલીલા મેદાને પહોંચ્યા હતા. તેમની પુત્રી હર્ષિતા અને પુત્ર પુલકીત થોડા સમયમાં મંચની સામે આવી ગયા હતા. આમ કેજરીવાલ પ્રત્યે સહાનુભૂતિનું મોજુ સર્જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj