મોદી સરકારનાં કેટલાક મોટા નિર્ણયો પર સુપ્રિમની મહોર

Government, India, Top News | 12 December, 2023 | 11:51 AM
નોટબંધી, ત્રણ તલાક કાનુન, દિલ્હી અધ્યાદેશ વિધેયક, રાફેલ ડીલ, આધારની કાનુની માન્યતા, નવા સંસદ ભવન માટેની સેન્ટ્રલ વિસ્ટા યોજના અને 370 ની કલમને રદ કરવાના કેન્દ્ર સરકારના મોટા નિર્ણયો સામેના વિરોધને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધેલા
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.12 વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ 2014 માં પૂર્ણ બહુમતી સાથે આવી બીજીવાર 2019 માં પણ સતા પર આવી.ભાજપની જીતમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારી યોજનાઓ ઉપરાંત રામમંદિર, નોટબંધી, કલમ 370, ત્રણ તલાક કાનુન જેવા મોટા ફેંસલા લેવામાં આવ્યા હતા. જેને સુપ્રિમ કોર્ટે મહોર પણ મારી કેન્દ્ર સરકારે આ ફેસલા પર ઘણીવાર વિપક્ષે તો આમજનતાની નારાજગીનો પણ સામનો કરવો પડયો હતો. મોદી સરકારે લીધેલા કેટલાંક આવા મોટા ફેસલા પર નજર કરીએ. ♦ નોટબંધી ♦ વડાપ્રધાન મોદીએ આઠ નવેમ્બર 2016 ના દેશમાં નોટબંધીનું એલાન કર્યુ હતું. કાળાનાણાં પર અંકુશ લગાવવા રૂા.500 અને રૂા.1000 ની નોટની નોટબંધી કરાઈ હતી.આ નિર્ણયનો વિપક્ષોએ વિરોધ કર્યો હતો. સુપ્રિમ કોર્ટે આ નિર્ણયને સાચો ઠેરવ્યો હતો. ♦ સફેદ ડીલ ♦ ભારત સરકાર અને ફ્રાન્સ વચ્ચે લડાયક વિમાન રાફેલને લઈને એક કરાર થયો હતો. આ મામલે વિપક્ષોએ સરકાર સામે ભ્રષ્ટાચારનાં આક્ષેપ કર્યા હતા. આ મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી કરાઈ હતી. સુપ્રિમ કોર્ટે રાફેલ ડીલની તપાસની માંગ કરતી બધી અરજીઓ ફગાવી દીધી હતી. સરકારના ફેસલા પર સુપ્રિમ કોર્ટે પોતાની મહોર લગાવી દીધી હતી. ♦ ત્રણ તલ્લાક કાનુન ♦ સૂપ્રિમ કોર્ટે ત્રણ તલ્લાકની પ્રથાને ગેરબંધારણીય બતાવી સરકારને કાયદો બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટનાં નિર્દેશ પર કેન્દ્રે ત્રણ તલ્લાક કાયદો બનાવ્યો હતો. કાયદામાં જણાવાયું હતું કે, એક સાથે ત્રણ વાર તલ્લાક બોલી નિકાહ ખતમ કરવા અપરાધ ગણાશે. ♦ દિલ્હી અધ્યાદેશ વિધેયક ♦ દિલ્હીમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (જીએનસીટીડી) અધિનિયમ 1991 લાગુ છે. જે વિધાનસભા અને સરકારના કામકાજ માટે અનેક રૂપરેખા પ્રદાન કરે છે. ♦ આધાર માન્યતા કાનુન ♦ આધાર કાનુનની માન્યતાને પડકારવામાં આવી હતી.આધાર માટે એકત્ર કરવામાં આવનાર બાયોમેટ્રીક ડેટાથી પ્રાયવસીનાં અધિકારીનાં ભંગની વાત કહેવામાં આવી હતી.કોર્ટે આધારની બંધારણીય માન્યતા યથાવત રાખી હતી. ♦ સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના ♦ કેન્દ્રે 2019 માં એક નવા સંસદ ભવન નિર્માણ માટે સેન્ટ્રલ વિસ્ય પુન:વિકાસ પરિયોજના શરૂ થઈ હતી. આ વિવાદ પર સુપ્રિમ કોર્ટે પહોંચ્યો હતો. સુપ્રિમ કોર્ટે 5 જાન્યુઆરી 2021 ના ફેસલામાં 2:1 ના બહુમતીનાં ફેસલાથી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટને લીલીઝંડી આપી હતી. ♦ કલમ 370 ♦ કલમ 370 દેશના ભાગલા સાથે જોડાયેલી છે. 5 ઓગસ્ટ 2019 માં કેન્દ્રની કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ને અસર વગરની કરી તેને બે કેન્દ્ર શાસીત પ્રદેશોમાં વહેંચી દીધા હતા. આ મામલે થયેલી અરજીઓ ફગાવી સુપ્રિમ કોર્ટે કલમ 370 ને રદ કરાવવા કેન્દ્રનાં નિર્ણયને મંજુરીની મહોર મારી હતી. 370ની કલમ પર ઐતિહાસિક નિર્ણય આપનાર ‘પંચ પરમેશ્વર’ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ 370ને નાબુદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામેની અરજીઓ ફગાવી દઈ આ મામલે કેન્દ્ર સરકારના નિર્ણયને મંજુરીની મહોર આપવાનો ઐતિહાસિક નિર્ણય સુપ્રિમ કોર્ટના પાંચ જજોએ આપ્યો હતો. બંધારણીય બેન્ચમાં ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત પાંચ વરિષ્ઠ જજો સામેલ હતા. જેમા જસ્ટીસ એસ.કે.કૌલ, જસ્ટીસ સંજીવ ખન્ના, જસ્ટીસ બી.આર.ગવઈ, જસ્ટીસ સૂર્યકાંત આ બેન્ચમાં હતા. જસ્ટીસ કૌલ 25 ડીસેમ્બરે રીટાયર થશે, જયારે બાકી ત્રણ જજો આવનારા દિવસોમાં સીનીયોરીટીના હિસાબે ચીફ જસ્ટીસ બનશે. ► જસ્ટીસ કૌલ: તેમનો જન્મ 26 ડીસેમ્બર 1958માં થયો હતો. તે કાશ્મીરી પંડિત પરિવારમાંથી આવે છે. 17 ફેબ્રુઆરી 2017માં તે સુપ્રિમ કોર્ટના જસ્ટીસ બન્યા હતા. તે શ્રીનગરના વતની છે. ► જસ્ટીસ બી.આર.ગવઈ: તેઓ મહારાષ્ટ્રના અમરાવતીના છે. 2003માં તેઓ હાઈકોર્ટના જજ બન્યા છે. ► જસ્ટીસ સંજીવ ખન્ના: તેમણે સેન્ટ સ્ટીફસ કોલેજમાં 1980માં ગ્રેજયુએશન કરેલુ. 2005માં હાઈકોર્ટના જજ બનેલા. તેમના પિતા હાઈકોર્ટના તો કાકા સુપ્રિમ કોર્ટના જજ હતા. ► જસ્ટીસ સૂર્યકાંત: તેઓ હરિયાણાના હિસ્સારમાંથી આવે છે. 1984માં હિસાર જિલ્લા કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. હાઈકોર્ટના જજ બન્યા. ► સીજેઆઈ ચંદ્રચૂડ: તેમણે હાર્વડથી એલએલએમ કર્યું. 29 માર્ચ 2000ના બોમ્બે હાઈકોર્ટના જજ બન્યા. 31 ઓકટોબર 2013ના અલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બન્યા, 13 મે 2016માં સુપ્રિમ કોર્ટના જસ્ટીસ બન્યા. બાદમાં ચીફ ચસ્ટીસ બન્યા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj