સુરેન્દ્રનગર : કોંગ્રેસના ઉમેદવાર મકવાણાએ માતાજીનાં માંડવામાં ધુણી પીઠ પર સાંકળો મારી

Local | Surendaranagar | 20 April, 2024 | 04:18 PM
લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો : વિડીયો વાયરલ
સાંજ સમાચાર

સુરેન્દ્રનગર, તા. 20
લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં માહોલ જામી ચૂક્યો છે. મતદારો સુધી પહોંચવા અને તેમને આકર્ષવા ઉમેદવારો કંઈપણ કરવા તૈયાર છે. આ વચ્ચે સુરેન્દ્રનગર લોકસભાથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઋત્વિક મકવાણા માતાજીના માંડવામાં ધુણતા ધુણતા પોતાને પીઠ પર સાંકળો મારતા દેખાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો હાલ વાઈરલ થયો છે.

વિગતો મુજબ, લીંબલી ગામમાં શેખવાહાપીર દાદાની પુણ્યતિથિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પર હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર ઋત્વિક મકવાણાએ ધુણતા ધુણતા પોતાની પીઠ પર સાંકળો મારી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તેમના પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj