કોલકાતા: ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્થાન ન મળવાનાં સવાલ પર ભારતીય ટી-20 ટીમનાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે તે સૌથી વધુ નિરાશ છે કે તે વનડે ફોર્મેટમાં સારું પ્રદર્શન ન કરી શક્યો. ઈંગ્લેન્ડ સામેની ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝની પૂર્વ સંધ્યાએ જ્યારે સૂર્યકુમારને પૂછવામાં આવ્યું કે શું તે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સ્થાન ન મળવાથી નિરાશ છે.
તો તેમણે કહ્યું કે ’કોઈ નિરાશ કેમ થશે ? જો હું વનડેમાં સારું પ્રદર્શન કરીશ તો મને ટીમમાં જગ્યા જરૂર મળશે. જો હું સારું નહીં કરું તો આ જગ્યા નહીં મળે. તેને સ્વીકારવામાં કોઈ નુકસાન નથી. તેમણે કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરેલી ટીમ અદભૂત છે.
આ ટીમમાં જે પણ ખેલાડીઓ છે તે સારું પ્રદર્શન કરનાર ખેલાડી છે. તેમણે કહ્યું કે મને અફસોસ છે કે મેં આ ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું નથી. સૂર્યાએ કહ્યું કે જો ઈજામાંથી પરત ફરી રહેલાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ફિટ રહેશે.
તો ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે આ બંને બોલરો કોઈપણ ટીમ સામે ‘ડેન્જરસ કોમ્બિનેશન’ સાબિત થશે, તેઓએ સાથે ઘણું ક્રિકેટ રમ્યું છે. તેઓ અનુભવી બોલરો છે. તેઓને એકસાથે રમતાં જોવામાં આનંદ આવશે.
ઈંગ્લેન્ડના કેપ્ટન જોસની બીસીસીઆઈની નવી માર્ગદર્શિકા પર પ્રતિક્રિયા
લાંબા વિદેશ પ્રવાસમાં પરિવાર સાથે સમય ઓછો કરવા માટે બીસીસીઆઈની માર્ગદર્શિકા વચ્ચે ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે કહ્યું કે લાંબા વિદેશ પ્રવાસમાં પરિવારનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનાથી પ્રદર્શનને વધારે અસર થતી નથી.
બટલરે ભારત સામેની પાંચ મેચની ટી-20 શ્રેણી પહેલાં કહ્યું કે, આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે, પ્રવાસ પર પરિવારની સાથે રહેવું ખૂબ સરસ છે. તેમણે કહ્યું કે ‘આ દિવસોમાં ઘણું ક્રિકેટ રમાઈ રહ્યું છે અને ખેલાડીઓ ઘણો સમય ઘરની બહાર વિતાવે છે.
કોરોના બાદ આ અંગે ઘણી ચર્ચા થઈ છે. મને નથી લાગતું કે પરિવાર સાથે રહેવાથી રમતગમતમાં બહુ ફરક પડે છે. બટલરે કહ્યું કે પરિવારની હાજરી વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓમાં દખલ કરતી નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy