અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદ: બગસરા, લીલીયા પંથકમાં મીની વાવાઝોડું ફૂંકાતા નુકસાન

Saurashtra | Amreli | 18 May, 2024 | 11:57 AM
બવાડા ગામે મકાનના નળીયા ઉડી ગયા: ધારી, લાઠી, સાવરકુંડલામાં વીજળીના કડાકા ભડાકાથી ગગન ખળભળી ઉઠયું
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)  અમરેલી, તા.18
અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદ શરૂ રહેવા પામેલ છે. ત્યારે બગસરાપણ ગઇકાલે અચાનક વાતાવરણમાં પલટો આવતા બગસરા શહેરમાં ઘીમીઘારે વરસાદ શરૂ થયો હતો.જ્યારે લીલીયાના બવાડા માં મીની વાવાઝોડું ફૂંકાયું હતું. જેને લઈ કાચા મકાનોના નળીયા ઉડી ગયા હતા. ત્યારે અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે.

લીલીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ ગઈકાલે શરૂ  કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં લીલીયા, ભેસાણ, ઇંગોરાળા, સાજણટીબા સહિતના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે શરૂ થયો હતો. અને ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
લાઠી પંથકમાં પણ ગઈકાલે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ ઉપરાંત લાઠીના મતીરાળા, કૃષ્ણગઢ, કેરાળા સહિતના ગ્રામીણ પંથકના ગામડાઓમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો.

ધારી તાલુકાના ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. ધારીના મોરજર, માણાવાવ ગોપાલગ્રામ ગામમાં કરા સાથે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે  કમોસમી વરસાદ પડ્યો હતો. ધારી પંથકમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો હતો.
સાવરકુંડલાના વંડાથી વાંશીયાળી માર્ગ પર ધોધમાર વરસાદ કમોસમી વરસાદ પડ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj