અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિર વિવિધતામાં એકતાનો વિચાર: મોદી

India, World, Dharmik | 15 February, 2024 | 12:31 PM
મારા મિત્ર રાષ્ટ્રપતિ ઝાયદનું વિઝન છે વીઆરઓલ બ્રધર્સ, તેમણે અબુધાબીમાં હાઉસ ઓફ અબ્રાહમ ફેમિલી બનાવ્યું છે: સમારોહમાં અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી સહિત બોલિવુડની સેલિબ્રિટીઓની હાજરી
સાંજ સમાચાર

અબુધાબી (યુએઈ) તા.15
વડાપ્રધાન મોદીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો પદાધિકારીઓની હાજરીમાં જણાવ્યું હતું કે  મારા મિત્ર રાષ્ટ્રપતિ ઝાયદનું વિઝન છે વી આર ઓલ બ્રધર્સ. તેમણે અબૂ ધાબીમાં હાઉસ ઓફ અબ્રાહમ ફેમિલી બનાવ્યું છે. અબૂ ધાબીમાં ભગવાન સ્વામીનારાયણ મંદિર વિવિધતામાં એકતાના તે વિચારને વિસ્તૃત કરે છે.

આજે આ ભવ્ય જગ્યાએથી હું એક વધુ ખુશખબરી આપવા માંગુ છું. આજે સવારે યુએઈના ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદે દુબઈમાં ભારતીય શ્રમિકો માટે એક હોસ્પિટલ બનાવવા માટે જમીન આપવાની જાહેરાત કરી છે. હું તેમનો અને મારા ભાઈ રાષ્ટ્રપતિ નાહયાનનો હ્વદયથી આભાર વ્યક્ત કરું છું.

ભારતના 140 કરોડ દેશવાસીઓ મારા આરાધ્ય દેવ
વડાપ્રધાન મોદીએ કહ્યું- પરમાત્માએ જે શરીર આપ્યું છે તેના કણ કણમાં માત્ર અને માત્ર માં ભારતી માટે છે. 140 કરોડ દેશવાસીઓ મારા આરાધ્ય દેવ છે. અબૂ ધાબીમાં આ મંદિરનો સાક્ષી બન્યો છું. સાથીઓ, આપણાં વેદોએ કહ્યું છે કે- એકમ સત્ય, વિપ્રા બહુધ વદંતિ અર્થાત એક જ ઈશ્વરને એક જ સત્યના વિદ્વાન લોકો અલગ અલગ રીતે જણાવે છે. આ દર્શન ભારતની મૂળ ચેતનાનો ભાગ છે.

હું માં ભારતીનો પૂજારી છું
વડાપ્રધાને કહ્યું કે- અયોધ્યામાં રામ મંદિરનું વર્ષો જૂનું સપનું પૂરું થયું છે. રામલલા પોતાના ભવનમાં બિરાજમાન થયા છે. આખું ભારત અને દરેક ભારતીય તે પ્રેમમાં તે ભાવમાં હજુ ડૂબેલા છે. હાલ મારા મિત્રએ કહી રહ્યાં હતા કે મોદીજી તો સૌથી મોટા પુજારી છે, હું જાણતો નથી કે હું મંદિરોના પુજારીઓની યોગ્યતા રાખું છું કે નહીં પરંતુ મને તે વાતનો ગર્વ છે કે હું માં ભારતીનો પુજારી છું.

યુએઈ બુર્જ ખલીફા માટે નહીં પરંતુ હિન્દુ મંદિર માટે પણ ઓળખાશે
વડાપ્રધાને કહ્યું કે યુએઈ અત્યાર સુધી બુર્જ ખલીફા અને ઝાયદ મસ્જિદ માટે ઓળખાતું હતું. હવે તેની ઓળખમાં વધુ એક સાંસ્કૃતિક અધ્યાય જોડાઈ ગયો છે. હવે ઞઅઊને હિન્દુ મંદિર માટે પણ ઓળખવામાં આવશે. મને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે. અહીં ભારતીય આવતા લોકોની સંખ્યા વધશે અને પીપલ ટૂ પીપલ કનેક્ટ પણ વધશે.

સ્વામીજી વડાપ્રધાનને મુખ્ય કક્ષમાં લઈ ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રહ્મવિહારી સ્વામી મહંત સ્વામીનો હાથ પકડીને મુખ્ય સભા ગૃહમાં પ્રવેશ્યા. આ પછી પહેલા ભારતીય રાષ્ટ્રગીત અને યુએઈના રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું.    આરતી બાદ વડાપ્રધાન મોદીએ ગર્ભગૃહમાં ગયા અને પ્રત્યેક દેવતાની મૂર્તિ પર પુષ્પાંજલિ અર્પિત કર્યાં. જે બાદ મહંત સ્વામીના આશીર્વાદ લીધા. 

યુએઈએ આજે ઈતિહાસ રચી દીધો
પીએમ નરેન્દ્ર મોદીએ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન બાદ કહ્યું કે આજે યુએઈએ ઈતિહાસ રચી દીધો છે. તેમાં વર્ષોની મહેનત જોડાયેલી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા જમુનાની પૂજા પછી મંદિરનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આબુધાબી મંદિર પરિસરમાં ઢોલ નગારાના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિને રજૂ કરતા લોકોએ તત્વના વારંવારિક વસ્ત્રો ધારણ કરી સ્લોગન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જય શ્રીરામના નારા સાથે સ્વાગત કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી કારમાંથી ઉતરતાની સાથે જ બ્રહ્મવિહારી સ્વામીને ભેટી પડ્તેયા હતા અને તેમની પીઠ થાબડી હતી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ વધતા વલ્લભ હાર્મનીની મુલાકાત પણ લીધી હતી અને ત્યાં અલગ અલગ ધર્મના વડા સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો.

ભજન-કીર્તન સાથે સમારોહની શરૂઆત
રામકૃષ્ણ ગોવિંદ..., રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ..., સ્વામિનારાયણ સ્વામિનારાયણ...ની સાથે લોકાર્પણ સમારોહ શરૂ કરવામાં આવ્યો હતો. 

બોલિવૂડ સેલેબ્સ ઓબેરોય, શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર હાજર
બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય, અક્ષય કુમાર અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી મંદિરની પાછળની બાજુ આવેલા મુખ્ય સભામાં ઉપસ્થિત છે. અલગ-અલગ વેશભૂષા ધારણ કરીને સત્સંગીઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતાં વિશ્વભરના સત્સંગીઓ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને મંદિરમાં પહોંચ્યા છે. સત્સંગીઓએ સાફો, સાઈન બોર્ડ અને પૌરાણિક વસ્ત્રો ધારણ કર્યા હતી.

શું છે મંદિરની વિશેષતા?
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા નિર્મિત આ હિંદુ મંદિર લગભગ 27 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. વર્ષ 2019થી આ મંદિર નિર્માણ કાર્ય જારી છે. આ મંદિર માટે યુએઈ સરકાર જમીન દાન કરી છે. આ મંદિરની અંદર વિવિધ દેવતાઓના પણ મંદિર છે.

આ ભવ્ય મંદિરની અંદર સાત મંદિર છે, જેમાંથી પ્રત્યેક ભારતના ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભાગોના વિવિધ દેવતાઓને સમર્પિત છે. આમાં ભગવાન રામ અને સીતા, ભગવાન હનુમાન, ભગવાન શિવ-પાર્વતી અને ગણેશ-કાર્તિકેય, ભગવાન જગન્નાથ, ભગવાન કૃષ્ણ અને રાધા, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ, ભગવાન તિરુપતિ બાલાજી અને ભગવાન અયપ્પા સામેલ છે.

દુબઈ-અબુધાબી શેખ જાયેદ હાઈવે પર અલ રહબા સમીપ સ્થિત બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા નિર્મિત આ મંદિરના આગળના ભાગે રેતીના પથ્થરની પૃષ્ઠભૂમિ પર આરસની ઉત્કૃષ્ટ કોતરણી છે, જેને રાજસ્થાન અને ગુજરાતના કુશળ કારીગરો દ્વારા 25,000થી વધુ પથ્થરોના ટુકડામાંથી તૈયાર કરવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિર માટે ઉત્તરી રાજસ્થાનથી સારા પ્રમાણમાં ગુલાબી રેતીના પથ્થરો અબુ ધાબી લાવવામાં આવ્યો છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj