સ્વાતિ માલીવાલ કેસ: કેજરીવાલના પીએ બિભવકુમારની સીએમ નિવાસેથી જ ધરપકડ

India, Politics | 18 May, 2024 | 05:28 PM
વકિલોને પોલીસ સ્ટેશન પ્રવેશ કરતા રોકાયા, જબરી માથાકુટ: સરકારના ઈશારે કાર્યવાહી થતી હોવાનો આરોપ
સાંજ સમાચાર

નવીદિલ્હી તા.18
 આમ આદમી પાર્ટીની રાજયસભા સાંસદ સ્વાતિ માલીવાલની સાથે દુર્વ્યવહારના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારની પોલીસે સીએમના નિવાસે ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર બિભવ કુમારને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. જયાં તેમની પુછપરછ કરવામાં આવશે. પોલીસ પૂછપરછમાં માહિતી મેળવ્યા કે કેસ દાખલ થયા બાદ તે મુખ્યમંત્રીના આવાસમાં જ હતા કે બીજે કયાંય છુપાઈ ગયા હતા.

બિભવ કુમારના વકીલોની પોલીસ સ્ટેશનમાં ધકકામુકી
 બિભવ કુમારની ધરપકડ બાદ પોલીસે બિભવ કુમારના વકીલોને પોલીસ સ્ટેશનમાં પ્રવેશવા નહોતા દીધા. આ દરમિયાન વકીલો અને પોલીસ વચ્ચે ધકકામુકકી પણ થઈ હતી. તેમના વડીલ સંજીવે કહ્યું હતું કે પોલીસ અમને અંદર નથી જવા દેતી. પોલીસ કોઈના ઈશારે કામ કરી રહી છે.

હજુ સુધી અમને એફઆઈઆરની કોપી આપવામાં નથી આવી કોઈ નોટિસ વિના બિભવની ધરપકડ કરી છે જે ખોટું છે. બિભવ કુમારના વકીલ કરણ શર્માએ જણાવ્યું હતું કે અમે પોલીસને તપાસમાં સહયોગ કરવા તૈયાર છીએ. દિલ્હી પોલીસ પણ અમારી ફરિયાદને ધ્યાનમાં લે.

આતિશીએ પોલીસ પર ઉઠાવ્યા સવાલ
 દિલ્હીની મંત્રી આતિશીએ ઘટનાઓને લઈને પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું હતું કે બિભવ કુમારજીએ 24 કલાક પહેલા દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી હતી, પણ હજુ સુધી દિલ્હી પોલીસે એફઆઈઆર નથી નોંધી. માલીવાલ મામલે પોલીસ તુરત સક્રિય થઈ જાય છે. જયારે સીએમની સુરક્ષા મુદ્દે પોલીસ ચૂપ છે.

► સ્વાતિ માલીવાલના મેડિકલ રિપોર્ટમાં ઈજાનો ખુલાસો
આમ આદમી પાર્ટીના રાજયસભા સાંસદ સ્વાતિ માલીવાલની મારપીટના કેસમાં એમ્સમાં થયેલી તેમના એમએલસી રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં સ્વાતિ માલીવાલને કયાં કયાં ઈજા થયેલી છે તેનો ખુલાસો થયો છે. જે મુજબ માલીવાલના ડાબા પગના સાથળ પર અને જમણી આંખ નીચે ગાલ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે.

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj