ઈસ્લામાબાદ,તા.23
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંજાબ વિધાનસભાએ આ અંગે એક બિલ પણ પસાર કર્યું છે. જો પતંગ ઉડાવતા પકડાય તો 3થી 5 વર્ષની જેલ અથવા 20 લાખ પાકિસ્તાની રૂપિયા (6 લાખ ભારતીય રૂપિયા) સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. દંડ ન ભરવા પર વધુ એક વર્ષની જેલની સજા થઈ શકે છે.
અહેવાલો અનુસાર, આ બિલમાં પતંગ બનાવનારા અને વેચનારાઓ માટે કડક સજાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમને 5થી 7 વર્ષની જેલ અથવા 50 લાખ રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. દંડ ન ભરવા પર 2 વર્ષની વધારાની જેલની સજા થઈ શકે છે.
આ કાયદામાં સગીરો માટે સજા માટે અલગ જોગવાઈ છે. સગીરોને પહેલી વાર ગુના માટે 50 હજાર રૂપિયા અને બીજી વાર ગુના માટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ત્રીજી વખત ગુનો કરવા બદલ, કિશોર ન્યાય અધિનિયમ 2018 હેઠળ સજા આપવામાં આવશે.
પંજાબમાં પતંગ ઉડાવવાથી થતા અકસ્માતો અને જાનમાલના નુકસાનને રોકવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓગસ્ટ 2024માં પંજાબ સરકારે પતંગ બનાવવા, ઉડાડવા અને વેચવાને બિનજામીનપાત્ર ગુનો જાહેર કર્યો હતો.
પાકિસ્તાન સરકારે બુધવારે (24મી જાન્યુઆરી) સાયબર નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો. ખોટા સમાચાર ફેલાવનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલ અને 20 લાખ પાકિસ્તાની રૂપિયાના દંડની સજા થશે.
નેશનલ એસેમ્બલીમાં પ્રિવેન્શન ઓફ એમેન્ડમેન્ટ ઇલેક્ટ્રોનિક ક્રાઇમ્સ એક્ટ (PAISA) 2025 રજૂ કરવામાં આવ્યો હતો. સ્પીકરે આ બિલને ચર્ચા માટે સ્થાયી સમિતિમાં મોકલ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy