રાજકોટ, તા. ર0
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી એકાએક ઘટી ગઇ છે. આજે પવન પણ શાંત રહ્યો હતો. આજે નલીયામાં 10.2, રાજકોટમાં 15.2, અમરેલી 15.4, ભુજ 13.6, ભાવનગર 17.4, ડીસા 16.1, અમદાવાદમાં 17 ડિગ્રી ન્યુનતમ તાપમાન હતું.
ભાવનગર
ભાવનગર શહેરમાં લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન ઊંચકાતા ઠંડી માં ઘટાડો થયો છે. આજે સોમવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન વધીને 17.4 ડિગ્રી રહેવા પામ્યું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 6 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.
જામનગર
જામનગર શહેરમાં ઠડીમાં આંશિક ઘટાડા સાથે છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો 2 ડિગ્રી ઉચકાઈને 16 ડિગ્રી પહોંચી ગયો હતો.તેની સાથે મહતમ તાપમાનમાં પણ 2 ડિગ્રી વધતા 27.6 ડિગ્રી પારો નોંધાયો હતો.જો કે પવનની ગતિ પ્રતિકલાક 5.2 નોંધાઇ હતી.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 રહ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy