તાપમાન ફરી વધશે: આવતા સપ્તાહમાં ગરમીનો માહોલ

Gujarat, Saurashtra | Rajkot | 24 February, 2024 | 03:48 PM
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: તા.27મીથી તાપમાન 4થી5 ડીગ્રી વધી જશે: ન્યુનતમ ઉષ્ણતામાન 15થી19 તથા મહતમ 34થી37 ડીગ્રીની રેન્જમાં પહોંચશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.24
રાજકોટ-ગુજરાતમાં તાપમાનમાં ઘટાડા સાથે છેલ્લા બે દિવસથી ઠંડીના ચમકારા બાદ હવે ફરી તાપમાન વધવા લાગશે અને ગરમ માહોલ સર્જાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ વાતચીતમાં કહ્યું કે,ગત આગાહીમાં દર્શાવાયા પ્રમાણે રાજયમાં છેલ્લા બે દિવસથી તાપમાન નીચુ આવ્યુ હતું અને ઠંડુ વાતાવરણ સર્જાયુ હતું. મહતમ તાપમાન અમદાવાદમાં 31.1 ડીગ્રી, રાજકોટમાં 32.5 ડીગ્રી, ડીસામાં 31.6 ડીગ્રી, વડોદરામાં 31.2 ડીગ્રી તથા ભુજમાં 31.5 ડીગ્રી નોંધાયુ હતું. જે નોર્મલની નજીક હતું. આ જ રીતે ન્યુનતમ તાપમાન આજે સવારે અમદાવાદમાં 14 ડીગ્રી, રાજકોટમાં 11.9 ડીગ્રી નોંધાયુ હતુ તે નોર્મલ કરતા ત્રણ ડીગ્રી નીચે હતું. વડોદરાનું 14.2 ડીગ્રી તાપમાન નોર્મલથી એક ડીગ્રી નીચે હતું. ડીસામાં 12.7 ડીગ્રી નોર્મલ હતું જયારે ભૂજનું 15.1 ડીગ્રી નોર્મલથી એક ડીગ્રી ઉંચુ હતું.

તા.24 ફેબ્રુઆરીથી 1 માર્ચની આગાહી કરતા તેઓએ કહ્યું કે તા.26ને સોમવાર સુધી તાપમાનમાં એકાદ-બે ડીગ્રીનો ધીમો વધારો થશે. તા.27મીથી તાપમાન 4થી5 ડીગ્રી વધી જવાની સંભાવના છે. હાલ નોર્મલ ન્યુનતમ તાપમાનની રેન્જ 14થી16 ડીગ્રી છે તે 15થી19 ડીગ્રીએ પહોંચવાની શકયતા છે. નોર્મલ મહતમ તાપમાનની રેન્જ 31થી33 ડીગ્રી છે તે પણ વધીને 34થી37 ડીગ્રી થવાની સંભાવના છે. મહતમ તાપમાન પણ તા.26 સુધી ધીમી ગતિએ વધશે અને તા.27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમ્યાન 4થી5 ડીગ્રી વધી જવાની સંભાવના છે.

આગાહીના સમયગાળા દરમ્યાન મોટાભાગે પવનની દિશા ઉતરપશ્ર્ચીમ-ઉતર તથા ઉતરપુર્વની રહેવાની સંભાવના છે. પવનની ઝડપ 10થી15 કીમીની રહેશે. ઝટકાના પવન કયારેક 20 કીમીના થઈ શકે છે. તા.25-26 ફેબ્રુઆરી અને 1 માર્ચે આકાશમાં છુટાછવાયા વાદળો દેખાવાની શકયતા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj