બુધવારથી તાપમાન ઉંચકાશે: શુક્રથી રવિમાં ફરી 40-42 ડીગ્રી વટાવશે

Gujarat, Saurashtra | Rajkot | 22 April, 2024 | 12:04 PM
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: તા.24 થી 25 એપ્રિલે તાપમાન 29 થી 41 ડીગ્રીની રેન્જમાં રહેશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.22
સૌરાષ્ટ્ર-ગુજરાતને છેલ્લા ત્રણ-ચાર દિવસથી આકરી ગરમીમાંથી આંશીક રાહત મળ્યા બાદ બુધવારથી તાપમાન ફરી વધવા લાગશે અને શુક્રવારથી 40 થી 42 ડીગ્રીની રેન્જમાં પહોંચી જવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે છેલ્લા 3-4 દિવસથી ગરમીમાં આંશીક રાહત છે. તાપમાન નોર્મલ કરતા પણ બે-ત્રણ ડીગ્રી નીચુ રહ્યું છે.રવિવારે મોટાભાગનાં સેન્ટરોમાં પારો 40 ડીગ્રીથી નીચે જ રહ્યો હતો. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હાલ નોર્મલ તાપમાન 40 ડીગ્રી ગણાય છે તેની સામે ગઈકાલે અમદાવાદનું મહતમ તાપમાન 37.7 ડીગ્રી હતું જે નોર્મલ કરતાં 3 ડીગ્રી નીચુ હતું.

ભુજનું 36.1 ડીગ્રી તાપમાન પણ નોર્મલ કરતાં 3 ડીગ્રી ગાંધીનગરનું 37 ડીગ્રીનું તાપમાન નોર્મલ કરતા 3 ડીગ્રી નીચુ હતું. રાજકોટનું મહતમ તાપમાન 37.7 ડીગ્રી તથા સુરેન્દ્રનગરનું 37.5 ડીગ્રી હતું જે નોર્મલ કરતાં બે ડીગ્રી નીચા હતા.

તા.22 થી 28 એપ્રિલની આખરમાં તેઓએ જણાવ્યું હતું કે આવતીકાલ મંગળવાર સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહીત સમગ્ર ગુજરાતમાં મહતમ તાપમાન નોર્મલ કે તેનાથી નીચુ જ રહેવાની સંભાવના છે. પરંતુ તા.24 એપ્રિલને બુધવારથી તેમાં વધારો થવાની સંભાવના છે.

તા.24 અને 25 એપ્રિલ (બુધવાર-ગુરૂવાર)ના બે દિવસ તાપનમાન 39 થી 41 ડીગ્રીની નોર્મલ કે તેની આસપાસની રેન્જમાં આવી જશે.ત્યારબાદ તા.26 ને શુક્રવારથી મહતમ તાપમાન વધુ ઉંચકાઈને નોર્મલ કરતા વધી જશે. 

તા.26 થી 28 એપ્રિલ અર્થાત શુક્રથી રવિવાર દરમ્યાન તાપમાન 40 થી 42 ડીગ્રીની રેન્જમાં પહોંચી જવાની સંભાવના છે. આગાહીના આ સમયગાળા દરમ્યાન પવનની દિશા તથા ગતિ નોર્મલ જ રહે છે.

દેશનાં અનેક ભાગોમાં હાલ હીટવેવ જેવી સ્થિતિ બની રહી છે અને તાપમાન 46 ડીગ્રી સુધી આંબી ગયુ છે.છતા ગુજરાતમાં ગત સપ્તાહમાં 44 ડીગ્રી સુધી પહોંચી ગયેલુ તાપમાન છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમ્યાન નીચુ આવ્યુ હતું અને હીટવેવ જેવી સ્થિતિમાંથી રાહત મળી છે. પરંતુ બે દિવસ બાદ ફરી ગરમી વચ્ચે દેખાડવા માંડે તેમ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj