નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રામાં જે જાહેર કરાયુ તેના કરતા જે માહિતી અપાઈ નથી તે મહત્વની છે અને વ્હાઈટ હાઉસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળતા પુર્વ પ્રેસીડેન્ટ ગેસ્ટહાઉસમાં વડાપ્રધાન શ્રી મોદી તથા અમેરિકાના સૌથી મોટા ઉદ્યોગપતિ તરીકે જાણીતા અને ટેસ્લા સહિતની કંપનીઓના માલીક એલન મસ્કને મળ્યા હતા.
તે સમયે તો મોદી-મસ્ક અને મસ્કના સંતાનોની તસ્વીર જ રીલીઝ થઈ હતી પણ મોદીના ભારત આગમનના ગણતરીના દિવસમાંજ ટેસ્લાની ઈ-કાર ભારતમાં આવી રહી છે તે નિશ્ચિત થયુ છે અને ટેસ્લાએ ભારતમાં મુંબઈ-દિલ્હી માટે સિનીયર પોઝીશનના સ્ટાફની ભરતી માટે જાણીતા પ્રોફેશનલ પ્લેટફોર્મ લીંકડ-ઈનમાં તેના હાયરીંગ-પ્લાનની જાહેરાત કરી છે.
જેમાં પાંચ પોઝીશન જે મુખ્યત્વે સેલ્સ અને સર્વિસ તથા કસ્ટમર રીલેશન સાથે સંકળાયેલ છે તેવા સ્ટાફની ભરતી કરી રહી છે જેનો અર્થ એ છે કે કંપની હાલ મુંબઈ-દિલ્હીમાં તેના શોરૂમ ખોલશે.
ભારતે હાલમાં જ ઓટો-કસ્ટમ ડયુટી કટ કર્યા તેનાથી ટેસ્લાની કાર ભારતમાં વેચવાની સુવિધા ઉભી થઈ છે. ભારતે અગાઉ આ અંગેની પોલીસી જાહેર કરી છે જેમાં કંપનીએ ભારતમાં તેણે એસેમ્બલી અને બાદમાં પ્રોડકશન યુનિટ પણ સ્થાપવા પડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy