નવી દિલ્હી, તા. 19
વિશ્વ વિખ્યાત ઓટો કંપની ટેસ્લા ભારતમાં તેના વાહનો વહેંચવા આવી રહી છે અને પ્રારંભમાં તે દિલ્હી અને મુંબઇમાં શોરૂમ ખોલશે. એપ્રિલ માસથી ભારતમાં ટેસ્લા મળવાનું શરૂ થઇ જશે અને સંકેત મુજબ રૂા.21 લાખમાં ટેસ્લા કાર ભારતમાં વેચાશે.
હાલ ટેસ્લા તેના બર્લિંન પ્લાન્ટમાંથી ભારતમાં ટેસ્લા કારની નિકાસ કરશે અને તે 25 હજાર ડોલરમાં એટલે કે અંદાજે 21 લાખ રૂપિયામાં આ કાર ભારતમાં ઉપલબ્ધ થશે. સુત્રોના જણાવ્યા મુજબ મુંબઇમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ ઉપર તેનો શોરૂમ ખોલશે.
દિલ્હીમાં પણ તેને શોરૂમ એરોસીટી જે આંતરરાષ્ટ્રીય વિમાની મથક નજીક છે ત્યાં પોતાનો શોરૂમ ખોલશે. કંપની એ હાયરીંગ ચાલુ કરી દીધુ છે બીજી તરફ ભારતમાં તેના એસેમ્બલી અને ઉત્પાદન પ્લાન્ટ માટે મહારાષ્ટ્ર પર પસંદગી ઉતારી હોવાના સંકેત છે. તે ઇલેકટ્રીક વ્હીકલ બનાવશે. પ્રારંભમાં તે એસેમ્બલ થશે.
ટેસ્લાની પુનામાં ઓફિસ છે અને તેથી તેને મહારાષ્ટ્ર પસંદ કર્યુ છે અને પુના નજીક જ ચાકન અને ચીખાલી પાસે જ તેનો પ્લાન્ટ સ્થાપવા રાજય સરકારે જમીન ઓફર કરી છે. ચાકન મહારાષ્ટ્રમાં ઓટો હબ ગણાય છે અને મર્સીડીઝ બેન્ડ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ફોકસવેગન અને બજાજ ઓટોના પ્લાન્ટ છે.
આમ એલન મસ્કની કંપની બહુ ઝડપથી ભારતમાં એન્ટ્રી કરી લેશે અને તેથી ઇલેકટ્રીક વ્હીકલ ટાટા કંપનીઓને મોટી સ્પર્ધાનો સામનો કરવો પડશે. મહારાષ્ટ્ર સરકારે અગાઉ પણ ટેસ્લાનો સંપર્ક કર્યો હતો. એક તબકકે ર0રરમાં તે ભારતમાં પ્લાન્ટ સ્થાપવાની હતી તેમાં કોઇ મુશ્કેલી સર્જાતા ટેસ્લાએ પહેલા નેધરલેન્ડમાં પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy