ભાવનગર,તા.18
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તેના 11માં પાટોત્સવ નિમિત્તે ત્રિ-દિવસીય પારાયણ નું આયોજન કરવામાં આવેલું જેમાં સારંગપુરના વરિષ્ઠ અને પ્રાધ્યાપક સંત પૂ.અક્ષરચરણ સ્વામી એ મહુવા ના ધર્મ પ્રેમી જનતાને સંત,શાસ્ત્ર અને મંદિર વિષયક પ્રેરણાત્મક પ્રવચનનો લાભ આપ્યો.
આ પાટોત્સવ પર્વ દરમિયાન તારીખ 14 ફેબ્રુઆરી 2025 ના રોજ મહુવાના નેશનલ હાઈવે પર આવેલા શિખરબદ્ધ મંદિરનો 11 મો પાટોત્સવ વિધિ ભવ્યાધિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલો જેમાં વિવિધ મંદિરો થી પધારેલ સંતો ની હાજરી પ્રેરણાદાયક બની રહેલી , આ પાટોત્સવ વિધિમાં પ્રાત: સમય માં સત્સંગ દીક્ષા અક્ષરયાગ યજ્ઞ નું વિશિષ્ટ આયોજન કરવામાં આવેલું.
જેમાં 210 યજમાનો દ્વારા સત્સંગ દીક્ષા પાઠ ની 64,800 આહુતીઓ દ્વારા ભક્તિ અદા કરવામાં આવી તથા સમગ્ર વિશ્વ માં શાંતિ સંદેશ અને શુભ સંકલ્પ પૂર્તિ માટે પ્રાર્થના કરવામા આવેલ.
તારીખ 16/2/2025 ને રવિવારના રોજ ભગતજી મહારાજના જન્મસ્થાન પર 55 મો પાટોત્સવ વિધિની પણ ઉજવણી ભવ્ય મહાપૂજા દ્વારા સંપન્ન કરવામાં આવેલ અને સાંજના રવિ સભામાં આ પાટોત્સવ વિધિ પૂર્ણાહુતિ પારાયણ તથા બાળકો દ્વારા કરવામાં આવેલ નૃત્ય અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા સમાજમાં સંત,શાસ્ત્ર અને મંદિર ની જરૂરિયાત વિષયક પ્રસ્તુતિ કરવામાં આવેલી,
અંતમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા મહાનુભાવોનો સન્માન તથા આભાર વિધિ કરવામાં આવેલ. આ દિવસીય સમગ્ર પર્વની પૂર્ણાહુતિ પર્વ નિમિત્તે રાત્રિ મહાપ્રસાદ નું આયોજન પણ રવિ સભા બાદ કરવામાં આવેલું જેનો મહુવાના હરિભક્તો તથા ધર્મપ્રેમી જનતા દ્વારા પ્રસાદ ગ્રહણ કરવામાં આવેલો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy