(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસપાટણ, તા. 19
સોમનાથ સદભાવના ગ્રાઉન્ડમાં શ્રી વેરાવળ તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રભાસ પાટણ આયોજીત ચૌદમા સમુહલગ્ન સંપન્ન થયેલ છે જેમાં 14 નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં
આ તકે સમાજ ના ડોક્ટર ની પદવી મેળવેલ ડો ઋત્વિક ભાઈ ગઢીયા અને પી એસ ડી ની ડીગ્રી મેળવેલ ડાયાભાઇ મોકરીયાનુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું આ તકે પુર્વ ધારાસભ્ય બાબુભાઇ વાજા, જી.પ. બાંધકામ સમિતિના ચેરમેન બાબુભાઈ પરમાર, કાનાભાઇ બામણીયા, બચુભાઈ વાજા, ઈન્ડિયન રેયોન મેનેજર શૈલેષ રામચંદ્રાણી, મેનેજર સૈની, જનસેવા ઓફિસર, અરૂણ સિંહ, જનસેવા સુપરવાઈઝર ભગવાનભાઈ સોલંકી, પ્રભાસ ધેડિયા કોળી સમાજ ઉપ પ્રમુખ ભીખુભાઇ પાસાભાઈ ગઢીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ રામભાઇ સોલંકી, ભીડિયા કોળી સમાજ પટેલ રમેશભાઇ બારૈયા, રમેશભાઈ કેશવલાલ, અરજનભાઈ બારીયા, ભરતભાઈ રાઠોડ, દેવાભાઇ વાઢેર, ભારતીબેન પરમાર, હરેશભાઈ વાયુલુ,ડો અનિલભાઈ વાજા,ભગવાનજીભાઈ વાજા, ડો ડાયાભાઇ મોકરીયા, ડો ઋત્વિક ભાઈ ગઢીયા, રાજાભાઈ ચારીયા, સહિત મોટી સંખ્યામાં આગેવાનો એ હાજરી આપી હતી અને કોળી સમાજના ભાઈઓ બહેનો અને યુવાનોએ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ સમસ્ત કોળી સમાજ લખમણભાઇ સરમણભાઈ સોલંકી, સુરેશભાઈ કામળીયા, વજુભાઈ ભીખાભાઈ ગઢીયા, હરીભાઇ બારીયા, ઉકાભાઇ ગઢીયા, બાલાભાઈ બામણીયા સ્વયમ સેવકોએ જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy