આમરણમાં સોમવારે હજરત દાવલશાહ પીરનો 531મો વાર્ષિક ઉર્ષ ઉજવાશે

Gujarat | 17 May, 2024 | 11:05 AM
સાંજ સમાચાર

આમરણ, તા.17
આમરણ મુકામે હિન્દુ મુસ્લિમોની આસ્થાના પ્રતિક હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 531મો ઉર્ષ મુબારક તા. 20/5/24ને સોમવારે અને ઇસ્લામી જીલ્કાદ તા 11 ના રોજ ધામધુમથી ઉજવવામાં આવશે. આ ઉર્ષ મા લાખોની સંખ્યામા હિન્દુ મુસ્લિમ મોટી સંખ્યામાં ઉમેટી પડશે. 

તા. 20/5  સોમવારના રાત્રે 10 વાગ્યે દરગાહ શરીફ ના દ્વાર સંદલ ક્રિયા માટે બંધ કરવામા આવશે. અને 12 વાગ્યે દરવાજા આમ જનતા માટે ખુલ્લા મુકવવામાં આવશે.ત્યાર બાદ ચાદર સૈયદ જાકીર હુશેનના હાથે રાજકીય આગેવાનો હસુભાઈ ગાંભવા, જીલ્લા પંચાયત ના સદસ્ય ના પતિ નિમેશભાઈ ગાંભવા અને રાજેશ ત્રિભોવન, બિપીનભાઈ કચરાભાઈ પટેલ, દલિત સમાજ ના આગેવાન મોહનભાઈ પરમાર ,વકીલ દિપકભાઈ પરમાર તથા સંદલ ક્રિયા માટે આમરણ ના 1. સૈયદ સાદાત અબ્દુલ કાદર જીવામીયા 2. સૈયદ મજીદમિયા હૈયાતમિયા અને સૈયદ જાકીર હુશેન બાપુ ના મુબારક હાથે થી સંદલ ચડાવવામા આવશે.તેમજ આમ ન્યાજ રાજકોટ વાવડી વાળા નાસીર હુસેન તેમજ ફેઝાને દાવલશાહ સંકુલ ધુડકોટ રોડ ન્યાજ રાખેલ છે.

રાત્રીભર કવ્વાલી ચાલુ રહશે.દાવલશાહ પીર નો ગામ કે બહાગામ ફંડ ફાળો કરવામાં આવતું નથી. તેમ દાવલશાહ પીર  દરગાહ ટ્રસ્ટ તથા આમરણના 1. સૈયદ યાકુબમિયાં અહેમદમિયાં 2. સૈયદ અબ્દુલ કાદર અહેમદમિયાં 3. યાશીનમીયા ઈકબાલમિયાં ( અલીબાબા) 4.ઇકબાલ અબ્દુલ કાદરમિયાં  5. અબાસમીયા હાજી અહેમદમીયા  તેમ આમરણ ના પત્રકાર સૈયદ બુખારી સબીરમીયા બાવામીયાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj