અમદાવાદ : હાઇકોર્ટના જજીસનું એક પછી એક અચાનક રોસ્ટર બદલી નાંખવાના નિર્ણયને લઇ વિવાદ થયા બાદ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની બદલી કરવા માટે વકીલ મંડળ દ્વારા ઠરાવ પસાર કર્યા બાદ એક મહત્વના ઘટનાક્રમમાં ચીફ જસ્ટિસ આવતીકાલે તા.૧૮મી ફેબુ્રઆરીથી તા.૨ જી માર્ચ, ૨૦૨૫ સુધી રજા પર ઉતરી ગયા હતા. તેથી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા હાઇકોર્ટના સિનિયર જસ્ટિસ બીરેન વૈષ્ણવને તેમના સ્થાને કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો છે. બીજીબાજુ, ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ રજા પર ઉતરી જતાં તાજેતરના વિવાદને લઇ રજા પર ઉતર્યા છે કે, અંગત કારણોસર રજા પર ઉતર્યા છે તે સહિતની વાતોને લઇ હાઇકોર્ટ વર્તુળમાં ખાસ કરીને વકીલઆલમમાં નવી ચર્ચા શરૃ થઇ હતી. કારણ કે, હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન તરફથી તેમની અન્યત્ર ટ્રાન્સફર કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે, તેથી વકીલ આલમ સહિત ગુજરાતના ન્યાયતંત્રમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના આ પ્રકારે અને આટલા બધા દિવસોની રજા પર ઉતરી જવાને લઇ અનેક તર્ક વિતર્ક પણ થઇ રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy