મહારાષ્ટ્રના વિખ્યાત પ્રવાસન સ્થળ પાસેનુ ગામ જમીન વેચાણથી ચર્ચામાં

ગુજરાતના GST કમિશ્નરે મહાબળેશ્વર નજીક આખા ગામની જમીન ખરીદી લીધી

Gujarat | 18 May, 2024 | 02:51 PM
◙ અમદાવાદના ચીફ જીએસટી કમિશ્નર ચંદ્રકાંત માળવીએ પરિવાર- સગાસંબંધીના નામે 620 એકર જમીન મેળવ્યાનો ધડાકો
સાંજ સમાચાર

◙ સરકાર જમીન સંપાદન કરી લેવાની છે તેવો ગ્રામજનોમાં ગભરાટ સર્જીને વ્યવહાર થતો હોવાનો આરોપ

મહાબળેશ્વર તા.18
મહારાષ્ટ્રના વિખ્યાત પ્રવાસન સ્થળ મહાબળેશ્વર નજીકનુ એક ગામ અચાનક ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. ગુજરાત સ્થિત જીએસટી કમિશ્નરના પરિવારે ગામની 620 એકર જમીન ખરીદી લેતા અનેકવિધ ચર્ચા થવા લાગી છે.

મહાબળેશ્વર વિસ્તારમાં પ્રવાસન વધુ વિકસાવવા માટે મહારાષ્ટ્ર સરકારે પહેલ કરી છે તેવા સમયે ગામની જમીનોનું ધડાધડ વેચાણ થતા અને સરકારી અધિકારી તથા તેના પરિવાર દ્વારા જ વ્યવહાર થયાની ચર્ચા ચકડોળે ચડી છે.

મીડીયા રિપોર્ટમાં એમ જણાવાયુ છે કે, નંદુરબારના વતની તથા હાલ અમદાવાદમાં ચીફ જીએસટી કમિશ્નર તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંત વાળવી તથા તેના પરિવાર અને સગા-સંબંધીઓએ મહાબળેશ્વર પાસેના ઝાડણી ગામની તમામ 620 એકર જમીન ખરીદી લીધી હતી. જંગી માત્રામાં આ જમીન ખરીદીનો આ કેસ ચર્ચાસ્પદ બન્યો છે.

કારણ કે પર્યાવરણ સુરક્ષાધારા વન્ય સંરક્ષણ કાયદા તથા વન્યજીવ સુરક્ષા કાયદા વગેરેના નિયમોના નિયમિત રીતે ભંગ થતો હોય છે. કાયદાના ભંગથી પર્યાવરણ તથા કુદરતી સ્ત્રોત પર ગંભીર જોખમ ઉભુ થતુ હોય છે. વાયુ-જળ પ્રદુષણ ઉપરાંત કલાયમેટ ચેન્જમાં અસર થતી હોય છે. એવી ચર્ચા છે કે મહાબળેશ્વર આસપાસના અંતરિયાળ ભાગોમાં બેફામ ગેરકાયદે બાંધકામ-ખનન, વૃક્ષદેહન, બારોબાર નિર્માણ પામતા માર્ગો તથા જંગલના બોર્ડર વિસ્તારમાંથી મેળવાતા વિજ પુરવઠાને કારણે પર્યાવરણને મોટુ નુકશાન થઈ જ રહ્યુ છે.

છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદે બાંધકામ તથા ખનન પ્રકૃતિ મોટાપ્રમાણમાં થઈ રહી છે છતાં સરકાર કે વહીવટીતંત્ર કોઈ નકકર કદમ ઉઠાવતી નથી. કોઈ ચેકીંગ માટે પણ આવતુ નથી. સ્થાનિક સામાજીક કાર્યકર સુશાંત મોરેએ એમ કહ્યું કે, સરકાર જમીન સંપાદન કરી લેવાની છે તેવું જીએસટી કમિશ્ર્નર ગામ લોકોને કહી રહ્યા છે. આવુ કહીને લોકોને ભરમાવી જમીન મેળવી લેતા હોવાની શંકા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj