ગગનયાન મિશનના ગગનવીરો કેરલ, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશનાં

India, Technology | 28 February, 2024 | 12:53 PM
ચારેય ગગનવીરો-પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અજીત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને શૂભાંશુ શુકલા વાયુસેનાના પાયલોટ: તમામ ફાઈટર વિમાન ઉડાડવાના અનુભવી: ચારેય પાયલોટોની અંતરીક્ષ યાત્રા માટે પ્રારંભિક ટ્રેનીંગ રશિયામાં અપાઈ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.28
વડાપ્રધાન મોદીએ મંગળવારે ભારતના ચાર અંતરિક્ષ યાત્રીઓનો દુનિયાને પરિચય કરાવ્યો હતો જે ભારતના પ્રથમ માનવ સ્પેસ મિશનનો ભાગ બનશે.આ ચારેય વાયુસેનાના પાયલોટ છે.જેમને 3000 કલાક સુધી ઉડાનનો અનુભવ છે.

આ અંતરીક્ષ યાત્રીઓમાં કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયર કેરળનાં છે. ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન તમિલનાડૂના છે.જયારે ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુકલા યુપીમાંથી આવે છે.

 

મિશન માટે કેવી રીતે થયુ સિલેકશન:
મિશનનો ભાગ બનવા માટે મોટી સંખ્યામાં પાયલોટોએ એપ્લીકેશન કરી હતી. તેમાંથી 12 પાયલોટોએ બેંગલુરૂમાં સપ્ટેમ્બર 2019 મા પહેલા લેવલની સિલેકશન પ્રોસેસ પુરી કરી હતી. આ પસંદગી વાયુસેના અંતર્ગત આવતા ઈન્સ્ટીટયુટ ઓફ એરોસ્પેસ મેડીસીન (આઈએએમ) તરફથી કરવામાં આવી હતી. ત્યારબાદ અનેક રાઉન્ડમાં આઈએએમ અને ઈસરોએ અંતિમ ચાર પાયલોટોને સિલેકટ કર્યા.જુન 2019 માં ઈસરો અને રશીયાની સ્પેસ એજન્સી વચ્ચે પાયલોટોની ટ્રેનીંગના કરાર થયા ત્યારબાદ આ ચારેય પાયલોટોને 2020 માં પ્રારંભીક ટ્રેનીંગ માટે રશીયા અને અનેક એજન્સીઓ અને સશસ્ત્રદળ તરફથી ટે્રનીંગ આપવામાં આવી રહી છે.

રશીયામાં 13 મહિનાની કડક તાલીમમાં તૈયાર થયા ગગનવીર
રશીયામાં 13 મહિનાની કડક તાલીમ ભારતનાં ભાવિ અવકાશયાત્રીઓને અપાઈ હતી જેમાં ઝીરો ગ્રેવીટી એકસવિરીયારી સહીતની તાલીમ સામેલ છે.

ઝીરો ગ્રેવિટી એકસપિરીયન્સ

ચારેય એસ્ટ્રોનોટસને ફેબ્રુઆરી 2020 થી માર્ચ 2021 સુધી 13 મહિના કડક તાલીમ અપાઈ હતી. આ સેન્ટરમાં ભારતના પ્રથમ અને એક માત્ર અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માને 1984 માં એટલે કે આજથી 40 વર્ષ પહેલા ટ્રેનીંગ મળી હતી.

 

શારીરીક-માનસિક એકિટવીટી પણ તાલીમમાં સામેલ
અંતરિક્ષ યાત્રીઓને શારીરીક અને માનસીક બન્ને પ્રકારની તાલીમ અપાઈ હતી. આ અંતરિક્ષમાં રહેવાની ક્ષમતાને વધારવા માટે જરૂરી છે ટ્રેનીંગ ઝીરો ગ્રેવિટીની સ્થિતિમાં શારીરીક સંતુલન અને સહનશીલતાને મજબૂત કરે છે.

 

મોટી શારીરીક ટ્રેનીંગમાંથી પણ પસાર થવુ પડયુ
અંતરિક્ષ યાત્રીઓની ફિટનેશ માટે એકસપર્ટની નજરે હેઠળ ફિઝીકલ (શારીરીક) ટ્રેનીંગ પણ આપવામાં આવી તેમાં એસ્ટ્રોર્નીએ સ્પેસમાં સર્વાઈન કરવાનું શિખવવામાં આવે છે.દરરોજ એસ્ટ્રોનોટસે કલાકો સુધી કઠોર એકિટવીટી કરવી પડતી હતી.

 

રશીયાનાં મોસ્કોમાં યુરી ગાગરીન કોસ્મોનેટ સેન્ટરમાં ભારતના ભાવિ અંતરીક્ષ યાત્રીઓ
મોસ્કોનાં સ્ટારસીટીમાં યુરી ગગરીન કોસ્મોનેટ સેન્ટરમાં ચારેય ભારતીય ગગનવીરો સોવિયેત રશીયાના સમયે અહી ગુપ્ત રીતે એસ્ટ્રોનોટને ટ્રેનીંગ અપાતી હતી.

ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર 

કેરલનાં પલકકડ જીલ્લામાં નેનમારાના રહેવાસી છે. તે એનડીએમાંથી ગ્રેજયુએટ થયા છે અને એરફોર્સ એકેડેમીમાં સ્વોર્ડ ઓફ ઓનરથી સન્માનીત થયા છે. તેઓ 19 ડિસેમ્બર 1998 માં વાયુસેનાનાં કમિશન થયા હતા તેઓ કેટ એ કેટેગરીનાં ફલાઈંગ અને ટેસ્ટ પાયલોટ છે.તેમને સુખોઈ, મિગ, હોક, ડોર્નીયર, એએન-32 સહિત તમામ પ્રકારના વિમાનોનો 3 હજારથી વધુ કલાકો ઉડાડવાનો અનુભવ છે. યુએસએર કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજમાંથી તેઓ ફર્સ્ટ રેન્કની સાથે ગ્રેજયુએટ છે.

 

કેપ્ટન અજિત કૃષ્ણન
તમિલનાડુના ચેન્નાઈમાં 19 એપ્રિલ 1982 ના રોજ તેમનો જન્મ થયો હતો. એનડીએનાં છાત્ર રહી ચુકયા છે અને એરફોર્સ એકેડેમીમાં રાષ્ટ્રપતિનાં સ્વર્ણપદક અને સ્વોર્ડ ઓફ ઓનરથી સન્માનિત થયા છે. વાયુસેનાની ફાઈટર સ્ટ્રીમમાં 21 જુન 2003 માં સામેલ થયા હતા. તેમને 2900 કલાક ઉડાનનો અનુભવ છે તેઓ ફલાઈંગ ઈન્સ્ટ્રકટર અને ટેસ્ટ પાયલોટ છે. કૃષ્ણન પણ સુખોઈ-30 એમકેઆઈ, મિગ-21, મિગ 29, જગુઆર, ડોર્નીયર વગેરે વિમાનો ઉડાડવાનો અનુભવ ધરાવે છે.

 

ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ: 
ગ્રુપ કેપ્ટન અંગત પ્રતાપનો જન્મ 17 જુલાઈ 1982 ના પ્રયાગરાજમાં થયો હતો. તેઓ એનડીએનાં પૂર્વ છાત્ર છે અને તેઓ 18 ડિસેમ્બર 2004 ના ભારતીય વાયુસેનાના ફાઈટર સ્ટ્રીમમાં કમિશન થયા હતા.અન્ય ગગનવીરોની જેમ ગ્રુપ કેપ્ટન અંગદ પણ ફલાઈંગ ઈન્સ્ટ્રકટર અને ટેસ્ટ પાયલોટ છે તેમને લગભગ 2000 કલાકની ઉડાનનો અનુભવ છે. ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપે અનેક પ્રકારના વિમાન જેમ કે-સુખોઈ-30 એમકેઆઈ મિગ-21 મીગ-29,જગુઆર, હોંક, ડોર્નીયર, એએન-332 ઉડાડયા છે.

 

વિંગ કમાન્ડર શુભાંશુ શુકલા
વિંગ કમાન્ડર શુભાંશુ શુકલાનો જન્મ યુપીનાં લખનૌમાં 10 ઓકટોબર 1985 માં થયો છે. તેઓ પણ એનડીએનાં પૂર્વ છાત્ર છે. વિંગ કમાન્ડર શુકલ 17 જુન 2006 ના વાયુસેનાની ફાઈટર સ્ટ્રીમમાં કમીશન થયા હતા. તેઓ ફાઈટર કોમ્બો લીડર અને ટેસ્ટ પાયલોટ છે.તેમનું લગભગ 2000 કલાકની ઉડાનનો અનુભવ છે. તેમણે પણ સુખોઈ-30, એમકેઆઈ, મિગ-27, મિગ-29, જગુઆર, હોક, જેવા અનેક વિમાનો ઉડાવ્યા છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj