સરસ્વતી સ્કુલીંગ સીસ્ટમના ઉપક્રમે રાજકોટ મનપાના સહયોગથી

શનિ તથા રવિવારના સાહિત્યની ગંગોત્રી વહેશે: લિટરેચર ફીએસ્ટાનું આયોજન: વિવિધ ક્ષેત્રના વિદ્વાનોના પ્રવચનો

Local | Rajkot | 24 January, 2025 | 03:40 PM
બે દિવસીય સેમિનાર, વર્કશોપ, પુસ્તકો વિષેના પરિસંવાદો: ડો. શરદ ઠાકર, ડો. જયેન્દ્રસિંહ જાદવ, જય વસાવડા, હરદ્વાર ગોસ્વામી સહિતના અન્ય જાણીતા વક્તાઓ સેમિનારમાં વકતવ્યો આપશે
સાંજ સમાચાર

રાજકોટ, તા.24
સરસ્વતી સ્કુલીંગ સીસ્ટમ દ્વારા તથા રાજકોટ મહાનગર પાલિકાના સહયોગથી આગામી તા.25, 26ના કલ્પના સ્ટ્રીટ, રેસકોર્ષ, ફૂટબોલ મેદાનની બાજુમાં લિટરેચર ફીએસ્ટાનું ાયોજન કરવામાં આવેલ છે. જેમાં જાણીતા વકતાઓ વિવિધ વિષયો પર વ્યાખ્યાન આપશે. સવારના 8-30 થી સાંજના છ દરમ્યાન વકતાઓ પ્રવચન આપશે.

ઇવેન્ટ-1
તા.25થી બે દિવસીય સેમિનાર, વર્કશોપ વગેરે સવારથી સાંજ સુધી યોજાનાર છે. જેમાં તા.25મીના શનિવારે ઇવેન્ટ-1માં સવારે 9-30 થી 10-30 ડો. જયેન્દ્રસિંહ જાદવનું પ્રવચન ‘ભાષા મારી ગુજરાતી’ બપોરના 11 થી 12 જય વસાવડાનું વ્યાખ્યાન ‘શિક્ષણનો માપદંડ: માકર્સ કે આવડત’ બપોરેના 3-30 થી 4-30 હરદ્વાર, ગોસ્વામીનું પ્રવચન ‘મારી ભાષા, મારી આશા’ તથા સાંજે 5 થી 6 કૃષ્ણ દવે ‘બાળ કાવ્યોના બગીચામાં’ વિષયક પ્રવચન આપશે.

ઇવેન્ટ-2
તા.25મીના શનિવારની ઇવેન્ટના બીજા ભાગમાં સવારે 10 થી 11-30 નીરજ ત્રિવેદીનું ‘આપણી આસપાસ ધબકતું સાહિત્ય’ વિષે વ્યાખ્યાન, બપોરના 12 થી 1 જીજ્ઞાસાબેન આચાર્યનું પ્રવચન ‘સોશ્યલ મીડિયાના યુગમાં વાચનની આવશ્યકતા’ તથા બપોરના 4 થી 5 અનીત કૌર ‘સ્ટોરી ટેલિંગ’ વિષે જણાવશે. વંદના ચાંદેકર ‘સ્ટોરી ટેલીંગ’ વિષયક પ્રવચન આપશે.

ઇવેન્ટ-3
ઇવેન્ટ-3માં તા.25ને સવારે 9 થી 10 હર્ષ ઠાકર ‘બિગ પપ્પા’ વિષે જણાવશે, પ્રશાંત માવાણી સવારે 10-30 થી 11-30 ઇટ ધેર ફોગ વિષે, વાગ્વી પાઠક બપોરના 12 થી 1-30 સુધી ‘ધ પાવર ઓફ હેબિટ’ વિષે જણાવશે. બપોરના 3-45 થી 4-45 સુધી હિરેન વાછાણી ‘તો તો-યાન’ વિષે પ્રવચન આપશે. અંતિમદોરમાં સાંજે 5 થી 6 શુભમ અંબાણી  ‘પ્રતિ નાયક’ વિષે વિશદમાં જણાવશે.

તા.26ના કાર્યક્રમો
ઇવેન્ટ-1
તા.26ના રવિવારે સવારે 9-30 થી 10-30 સુધી યશવંત ગોસ્વામી ‘રાષ્ટ્રભાષા હિન્દી હી ક્યું’ વિષે જણાવશે. બપોરના 11-15 થી 12-15 સુધી રમજાનભાઇ હસનીયા ‘ચાલો કવિતા ગમતી કરીએ’ રસાસ્વાદ કરાવશે. બપોરના 3-30 થી 4-30 ડો. શરદ ઠાકર ‘શિક્ષણ: સમસ્યાઓ અને પડકારો’ વિષે જણાવશે. સાંજના 5 થી 6, જય સાકરીયા ‘વાતુ આપણા લોક સાહિત્યની’ વિષય પર સંબોધન કરશે.

ઇવેન્ટ-2
તા.26ના સવારે 10 થી 11 સુધી નીરજ ત્રિવેદી ‘સાહિત્યથી સિનેમાની સમજ, વેબ સીરીઝના વિશ્ર્વમાં વિહાર વિષે તલસ્પર્શી’ વિગતો જણાવશે જ્યારે નિમિત્ત ગણાત્રા બપોરના 12 થી 1 સુધી ‘એઇજ ઓફ ધ લેગ્વેંજ’ વિષે તથા જીવતીબેન પીપળીયા બપોરના 4 થી 5-30 ‘ભાષાની પાયાની બાબતો વિષે જણાવશે.’

ઇવેન્ટ-3
તા.26ને સવારે 9 થી 10 હર્ષ ઠાકર ‘માધવ ક્યાંય નથી’ વિષે સવારે 10-30 થી 11-30 પ્રશાંત માવાણી ‘મેક યોર બેડ’ વિષે તથા સીમા અરોરા ‘મોર ધેન સ્કીન ડીપ’ વિષે વકતવ્યો આપશે. વિશેષ વિગતો માટે મો.નં. 92278 00717નો સંપર્ક કરવો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj