પી.જી.વી.સી.એલ ના સળગતા પ્રશ્નોનું ગ્રેટર રાજકોટ ચેમ્બર નિરાકરણ લાવશે

Local | Rajkot | 25 May, 2024 | 03:22 PM
સોલાર પોલીસીમાં રહેલી મૂંઝવણ અને દુવિધાઓ તથા ઔદ્યોગીક સોલારના ફાયદાઓનો અભાવ,સ્માર્ટ મિટરની જુદી જુદી સમસ્યાઓ અંગે વિગતવાર ચર્ચા કરીને પ્રશ્ર્ન હલ કરશે
સાંજ સમાચાર

રાજકોટ:તા 25 
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી સમયમાં વિજળીને લગતા સળગતા પ્રશ્નો અંગે પી.જી.વી.સી.એલ.ના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને તેનો સુખદ અને યોગ્ય નિકાલ આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે

જેમાં પ્રશ્નોનો વેપારીઓ અને ઉદ્યોગકારો તરફથી બહોળો પ્રતિસાદ મળેલ છે જેમાં મુખ્યત્વે લોકોને પોતાના ઘર દુકાન અને મિલ્કત ઉપર સુર્યથી ચાલતા સોલાર અંગેની વિવિધ સમસ્યાઓ જેવી કે હાલમાં સોલાર પોલીસીમાં રહેલી મૂંઝવણ અને દુવિધાઓ તથા ઔદ્યોગીક સોલારના ફાયદાઓનો અભાવ પોલીસી પ્રમાણે જે દિવસે ઔદ્યોગીક એકમ બંધ હોય તે દિવસનું સોલારનું જનરેશન કેરીફોર્વડ થતું નથી

બુધવારના રજાના દિવસે સોલારપાવર જનરેટ થાય તો તેની ક્રેડીટ કેરીફોર્વડ થતી નથી ઇલેકટ્રીસીટીમાં પાવર કન્ઝમશન અંગેના જુદા જુદા મુદ્દાઓ ઔદ્યોગીક એકમો અને રહેણાંકના વિસ્તારોમાં વિજળીકાપ અંગેની મુંઝવણ અને તેનો નિકાલ, રેસીડન્સ કોમર્શીયલ અને ઇન્ડસ્ટ્રીયલ એવા અલગ અલગ સ્થાનો પર વિજળીનું નવુ કનેકશન અંગેની વિગતો જયારે સૌથી મહત્વનું અને સ્માર્ટ મિટર અંગેની જુદી જુદી સમસ્યાઓ અંગે વિગતવાર ચર્ચા કરીને તેમાં અગાઉથી કરવાનું થતું રીચાર્જ અગાઉના મિટર કરતા વધુ આવતુ બીલ, લોકોને પડતી હાડમારી વગેરે જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરીને તેનો નિકાલ લાવવાનો પ્રયાસ હાથ ધરાઇ રહેલ છે.

આ માટે આપને પણ આવી કોઇ પણ પ્રકારની પી.જી.વી.સી.એલ.ને લગતી કોઇપણ સમસ્યાઓ, ફરીયાદો, તકલીફો કે કનડગત અંગે મો.નં.90817 09410 પર વોટસએપ દ્વારા અથવા ઇમેઇલ આઇ.ડી.grccirediffmail.com  પર મોકલવાની રહેશે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj