દોઢ વર્ષમાં ત્રીજી વખત રાજકોટ આવતા વડાપ્રધાને એરપોર્ટ, એઇમ્સ, સ્માર્ટ સીટી, રામવન સહિતન પ્રકલ્પોની આપી ભેંટ..

જુના એરપોર્ટથી રેસકોર્ષ સુધીના પોણો કિ.મી.ના રસ્તે કાલે PM રોડ-શો કરશે

Saurashtra | Rajkot | 24 February, 2024 | 04:09 PM
21 સ્ટેજ, રોશની, રાસ-ગરબા સાથે અભિવાદન : મનપા અને રૂડાના કામોનું લોકાર્પણ, ભૂમિપૂજન : નાગરિકોને ઉમટી પડવા વહીવટી તંત્ર અને શાસક પક્ષનું નિમંત્રણ
સાંજ સમાચાર

રાજકોટ, તા.24
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ મહાપાલિકા અને રૂડા તંત્રના 415 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ભૂમિપૂજન થવાના છે. વિવિધ પ્રકલ્પોના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત માટે દોઢ વર્ષમાં નરેન્દ્રભાઇ ત્રીજી વખત રાજકોટ આવતા હોય, શહેરીજનોમાં ઉત્સાહ છે અને કાલે જુના એરપોર્ટથી રેસકોર્ષ સભા સ્થળના રોડ-શોમાં નાગરિકોને ઉમટી પડવા મનપા તંત્રએ અપીલ કરી છે. 

કેન્દ્ર અને રાજય સરકારના સહયોગથી છેલ્લા સમયમાં રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ, નવું બસ પોર્ટ, કોર્ટ બિલ્ડીંગ, ગોંડલ ચોકડી અને માધાપર ચોકડીએ ઓવર બ્રીજ, રૈયામાં અટલ સરોવર અને રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર,  ગાંધી મ્યુઝીયમ, રામવન, ઇલે. બસ, આવાસ યોજના, લાયન સફારી પાર્ક, સાયન્સ સેન્ટર, અમૃત મીશન હેઠળના કામો, નવા રીંગ રોડ સહિતની ભેંટ મળી છે અને હજુ મળતી રહી છે. 

ગુજરાતભરમાં ગૌરવ અપાવનાર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એઈમ્સ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ અને રૂ.495.10 કરોડના વિવિધ 28 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે કાલે રાજકોટમાં જાજરમાન કાર્યક્રમ યોજાયો છે. જેમાં લોકોને ઉમટી પડવા મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, બાંધકામ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ ચેરમેન સુરેશભાઈ વસોયાએ આમંત્રણ આપ્યું છે.

પ્રધાનમંત્રીના સ્વાગત માટે જુના એરપોર્ટના પ્રવેશદ્વારથી રેસકોર્શના પ્રવેશદ્વાર સુધી અંદાજીત 800 મીટર રૂટ પર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય રોડ-શોનું  આયોજન કરેલ છે. રૂટ પર નાના મોટા 21 અલગ અલગ સ્ટેજ, મંડપ બેરીકેડિંગ, રોશની, સાઉન્ડ, સુશોભનની વ્યવસ્થા, સંસ્થા, અલગ અલગ સમાજના પ્રતિનિધિઓ, કલ્ચરલ ગ્રુપ્સ કાઠિયાવાડી અને ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતી થીમ આધારિત પફોર્મન્સ, રાસ-ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી પ્રધાનમંત્રીનું અભિવાદન કરવામાં આવનાર છે. આ દરેક સ્ટેજ પર નોડલ ઓફિસરની નિમણૂંક કરેલ છે.  

રવિવારના રોજ લોકમેળા ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમ, રોડ-શો, સભામાં નાગરિકોને ઉમટી પડવા અનુરોધ કરાયો છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj