એસટી બસ અથડાતા દિવાલ કાર પર પડી

Local | Jamnagar | 22 May, 2024 | 02:54 PM
સાંજ સમાચાર

જામનગર એસટી ડેપોમાં બસ પાર્ક કરતી વખતે બસ દિવાલ સાથે અથડાતા પાછળ પાર્ક કરેલી કાર ઉપર દિવાલ પડતા કારના કાચનો ભૂકો બોલી ગયો હતો. આ બનાવના પગલે એસટી વિભાગના અધિકારીઓ સહિતના દોડી આવ્યા હતાં અને ડ્રાઇવરની બેદરકારીના લીધે બનેલ બનાવથી ભારે ચકચાર જાગી હતી. આ પ્રકરણમાં એસટી બસ રજીસ્ટર નંબર જીજે-18-ઝેડ-3597ના ચાલક કમલેશ અરસીભાઇ કદાવલા સામે ફરિયાદ નોંધાવી છે.

ગાડીના માલિક જ્યોતિલકુમાર વિનોદરાય જોષીની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. દિવાલ નજીક પડેલ કાર નંબર જીજે-10-એપી-8272માં બમ્પર, એક્સેલેટર, કાચ સહિત 50 હજાર નુકસાન થયાનું પણ ઉલ્લેખ કરાયો છે. જેને પગલે પોલીસે હાલ ગુન્હો નોંધી કાર્યવાહી આગળન ધપાવી છે. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ દફતરના હેડ કોન્સ્ટેબલ આર.ડી.ગાંભવા વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj