ઈસ્લામાબાદ: ભારતમાં મુંબઈ હુમલા સહિત અનેક ત્રાસવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફીસ સઈદ જે પાકિસ્તાનમાં શરણ લઈ રહ્યા છે તેનું લાહોરમાં આલીશાન ઘર પ્રથમ વખત ‘લોકેટ’ થયુ છે તે પાક સરકારની સલામતી હેઠળ રહે છે તેના લશ્કરે તોઈબા ઉપરાંત ધ રેઝીસ્ટન્ટ ફ્રન્ટ (ટીઆરએફ) જેણે આ હુમલાની જવાબદારી લીધી હતી.
તેનું સંચાલન હાફીસ સઈદ કરે છે તેના લાહોર ખાતેના ઘરની સેટેલાઈટ તસ્વીર પ્રથમ વખત બહાર આવી છે. ગત મહિને તેના ખાસ સાથી અબુ કાતલની હત્યા બાદ હાફીસની સુરક્ષા વધારવામાં આવી છે.
બીજી તરફ પહેલગામ હુમલામાં હાફીસના સાથી ફારૂક અહેમદની મુખ્ય ભૂમિકા ખુલી થઈ છે તે પાક કબ્જાના કાશ્મીરમાં રહે છે અને પહેલગામ હુમલામાં તેણે શસ્ત્રો લોકેશન સહિતની મદદ કરી હતી. જો કે ભારત હવે હુમલો કરશે તેવા ભયે હાલ તે અન્ય સલામત સ્થળે ખસી ગયો હોય તેમ માનવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy