રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દવારા આયોજિત સેમિનારમાં અમેરિકાનું પ્રતિનિધિમંડળ જાણકારી આપશે

Business | Rajkot | 02 February, 2024 | 04:31 PM
અમેરિકામાં બિઝનેસને લગતી વિશાળ તકો વિશે માહિતી નો લોકો લાભ લેશે
સાંજ સમાચાર

રાજકોટ: તા 2 
અમેરિકામાં બિઝનેસને લગતી અનેક સંભાવનાઓ સાથે વિશાળ તકો ઉપલબ્ધ છે તેવા સંજોગોમાં ભારત અને અમેરિકામાં રોકાણ કરી શકાય એ વાતને કેન્દ્રમાં રાખી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આવતી કાલે તા.3 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યે રોટરી ગ્રેટર ભવન, વિદ્યાનગર મેઈન રોડ ખાતે એક વિચાર ગોષ્ઠિ - સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનારમાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ. ના પ્રમુખ ડો.વાસુદેવભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, દેવભાઈ ભરવાડ અને નીલકંઠભાઈ પટેલ ઉપસ્થિત રહી અમેરિકામાં અલગ-અલગ વ્યવસાય માટે વિશાળ તકો ઉપલબ્ધ હોવાની જાણકારી આપશે.પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા અને ડો. પ્રદીપભાઈ કણસાગરાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં અનેકવિધ બિઝનેસ સંદર્ભે જાણકારી મેળવ્યા બાદ ભારત અથવા અમેરિકામાં રોકાણ અંગેની ચર્ચા- વિચારણા કરવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj