બોટાદમાં કષ્ટભંજન વિદ્યા મંદિરનો વાર્ષિકોત્સવ ઉજવાયો

Local | Botad | 01 April, 2024 | 10:53 AM
સાંજ સમાચાર

બોટાદ, તા.1 શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ) ખાતે વર્ષ 2023-24 નો ‘ઘર મોરે પરદેશિયા’ દ્વિતીય ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ (વાર્ષિકોત્સવ) ની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડો. પિનાકીનપ્રસાદ કે. યાજ્ઞિક (નિવૃત્ત પ્રોફેસર, આણંદ એજ્યુ. કોલેજ - આણંદ ) મુખ્ય અતિથિ એમ.પી. જાંબુચા સાથે કાંબડ (PSI પાળીયાદ પોલીસ સ્ટેશન) અતિથિ વિશેષ એન.વી. જમોડ સાહેબ,ચેતન પરમાર સાહેબ (જિલ્લા શિક્ષણાધિકારી બોટાદ વતી) અતિથિ વિશેષ ઠાકોરભાઈ રાઠોડ સાહેબ અતિથિ વિશેષ શૈલેષભાઈ પરમાર સાહેબ પ્રમુખ વિનોદભાઈ બી. કાલસરિયા (હરિકૃષ્ણ મહારાજ એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-બોટાદ) મંત્રી વિજયભાઈ વી. ઘાઘરેટિયા (હરિકૃષ્ણ મહારાજ એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - બોટાદ) લોક ગાયક સાહિત્યકાર મંગલભાઈ રાઠોડ (સાંસ્કૃતિક કાર્યક્રમ સંચાલન) તેમજ ગુજરાતી ફિલ્મના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું પ્રથમ ચરણ એટલે ઈનામ વિતરણમાં વિદ્યાર્થીઓને કુલ 750 જેટલા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2022-23ની વાર્ષિક પરીક્ષા અને વર્ષ 2023-24 ની પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓનો તેમજ વર્ષ 2023-24 માં વિવિધ પ્રવૃત્તિઓમાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું દ્વિતીય ચરણ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ 22 જેટલી કૃતિમાં શાળાના કુલ 570 વિદ્યાર્થીઓમાંથી 370 જેટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ભાગ લીધેલ વિદ્યાર્થીઓ તેમજ દરેક કૃતિ તૈયાર કરાવનાર શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં પ્રમુખ શ્રી વિનોદભાઈ કાલસરિયા, મંત્રી વિજયભાઈ ઘાઘરેટિયા, આચાર્ય અરવિંદભાઈ બાવળીયા, ઈન્ચાર્જ વિપુલકુમાર ડેરવાળિયા તેમજ સમગ્ર શૈક્ષણિક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. (તસ્વીર : રીમલ બગડીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj