આ રોગથી હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે

દુનિયામાં ઝડપથી વધી રહ્યા છે હૃદયને ઝપટમાં લેતા ‘સાયલન્સ કિલર’ના કેસો

India, World | 20 April, 2024 | 03:01 PM
સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા આ રોગ ‘એટ્રિયલ ફિબ્રિલેશન’ના કોઈ લક્ષણો દેખાતા ન હોવાથી તેની ઓળખ બહુ મોડી થાય છે
સાંજ સમાચાર

ડેન્માર્ક તા.20
હૃદયને ઝપટમાં લેતી એક ખતરનાક બીમારી ‘એટ્રીયલ ફિબ્રિલેશન’નો સામનો આજે દુનિયાની વસ્તીનો મોટો ભાગ કરી રહી છે. આ બીમારીને ‘સાયલન્ટ કિલર’ નામ આપવામાં આવ્યું છે. ખરેખર તો આ બીમારીની ઝપટમાં આવ્યા બાદ પણ દર્દીમાં તેના કોઈ લક્ષણો નથી દેખાતા.

સંશોધકોએ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોને એલર્ટ કર્યા છે. હૃદયમાં થનારી બીમારી એટ્રિયલ ફિબ્રિલેશન (એએફઆઈબી)થી હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે. તેની અસર એક ચતુર્થાંશ વયસ્કો પર થાય છે.

શું છે એટ્રિયલ ફિબ્રિલેશન: એક સામાન્ય અને સ્વસ્થ હૃદયમાં ઈલેકટ્રીક સિગ્નલ ધબકારાને નિયંત્રીત કરે છે. આ સિગ્નલ સિનોટ્રિયલ (એસએ) નોડમાં પેદા થાય છે.
જેને હંમેશા હૃદયનું પ્રાકૃતિક પેસમેકર કહેવામાં આવે છે. એટ્રિયલ ફિબ્રિલેશનમાં આ ઈલેકટ્રીક સંકેતમાં ગરબડ થઈ જાય છે અને એટ્રિયલ એટલે કે હૃદયનો ઉપરી ભાગ સંકોચાવાના બદલે કાંપવા લાગે છે.

પુરુષોને વધુ ખતરો: સંશોધકોના અનુસાર મહિલાઓની તુલનામાં આ બીમારીનો ખતરો પુરુષોને વધુ હોય છે. સારવાર માટે જીવનશૈલીમાં ફેરફાર ધબકારને નિયંત્રણમાં રાખવાના ઉપાય હોય છે. સાથે સાથે બ્લડ કલોટ અને સ્ટ્રોકથી બચવા માટે લોહી પાતળું કરવાની દવા અપાય છે.

હાઈ બ્લડપ્રેસર અને સ્થુળતા કારણ હોઈ શકે છે: વિશેષજ્ઞોનું કહેવું છે કે હાઈ બ્લડ પ્રેસર અને સ્થુળતા ધરાવતા લોકોમાં એટ્રિયલ ફિબ્રિલેશન જોવામાં આવ્યું છે.
શરૂઆતમાં બીમારીની ખબર નથી પડતી: રૂટીન મેડીકલ તપાસમાં એએફઆઈબીની ખબર પડવી મુશ્કેલ છે તેના માટે ઈસીજી (ઈલેકટ્રોકાર્ડીયોગ્રામ) કે હોલ્ટર મોનીટરીંગ જેવા પરીક્ષણો કરાવવા પડે છે. આ પરીક્ષણ દરમિયાન હૃદયની ગતિવિધિઓને રેકોર્ડ કરવામાં આવે છે. પરિણામે આવા કેસની ઓળખ ત્યારે થાય છે જયારે દર્દીએ ગંભીર પરીસ્થિતિમાંથી પસાર થવું પડે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj