રાતા સમુદ્રનાં માર્ગમાં ઉભા થયેલા વિઘ્નોને પગલે......

સમુદ્ર માર્ગે કંપનીઓના માલ પરિવહનમાં ખર્ચ 25 થી 30 ટકા વધવાની આશંકા

India, Business | 10 February, 2024 | 11:48 AM
કૃષિ અને કપડા જેવા ક્ષેત્રોમાં વધુ અસર આ નવા સંકટથી થઈ શકે છે
સાંજ સમાચાર

મુંબઈ તા.10
રાતા સમુદ્રનાં માર્ગમાં ચાલુ રહેલા વિઘ્નોથી આંતર રાષ્ટ્રીય વ્યાપારમાં સામેલ કંપનીઓનો માલ પરિવહન અને અન્ય સંબંધિત ખર્ચ (એફએન્ડએફ) 25 થી 30 ટકા વધવાની આશંકા છે. ક્રેડીટ રેટીંગ એજન્સી ઈડરાએ શુક્રવારે પોતાના રિપોર્ટમાં આ વાત કરી હતી.

એજન્સીએ જણાવ્યું હતું કે આ વિઘ્નને લઈને કાર્યશીલ મૂડી ચક્ર 15-20 દિવસ સુધી વધવાનું છે.જેની અસર કૃષિ અને કપડા જેવા ક્ષેત્રો પર પડવાની સંભાવના છે.
કાર્યશીલ મૂડી ચક્રનો અર્થ પુરવઠો પુરો પાડનારાઓને કરવામાં આવેલ પેમેન્ટ અને વેચાણથી થતી આવક વચ્ચેનો સમય ગાળો છે.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે, રોકડ પ્રવાહ પર દબાણ જોકે મોટી કંપનીઓ માટે મધ્યમ છે. તેમ છતાં ઉધારીમાં વધુ વૃધ્ધિ થશે.ખાસ કરીને લોખંડ અને પોલાદ ઓટો અને ઓટો સ્પેર પાર્ટસ, રસાયણ અને કપડા જેવા ક્ષેત્રોમાં આવુ ખાસ કરીને જોવા મળી શકે છે.

ઈન્ડરાના નિર્દેશક સૌમ્યજીત નિયોગીએ કહ્યું હતું કે ઓછા મુલ્ય વર્ધનવાળી સંસ્થાઓ માટે આ પડકારજનક સમય છે. કારણ કે તેનું માર્જીન પણ ઓછુ છે.જોકે મોટી કંપનીઓ પાસે આવો વૃધ્ધિશીલ ખર્ચને સમાયોજીત કરવા માટે પર્યાપ્ત શકયતાઓ છે.તેમણે જણાવ્યુ હતું કે મધ્યમ આકારની કંપનીઓ માટે ખર્ચ અને પુરવઠો બન્ને રૂપે બેવડો પડકાર છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj