વિદેશી રોકાણકારોની ગતિવિધિઓથી નક્કી થશે આ સપ્તાહે શેરબજારની દિશા!

India, World, Business | 20 May, 2024 | 02:54 PM
હાલ દેશમાં લોકસભા ચૂંટણીના કારણે રોકાણકાર સતર્ક વલણ અપનાવી શકે છે: એફપીઆઇએ ભારતના શેરબજારમાંથી 28200 કરોડ રૂપિયા ખેંચી લીધા
સાંજ સમાચાર

મુંબઇ,તા.20
હાલની લોકસભા ચૂંટણીના કારણે રોકાણકાર હાલ સતર્ક વલણ અપનાવી શકે છે. મુંબઇમાં આજે લોકસભા ચૂંટણીના કારણે શેરબજાર બંધ રહેશે, એકસપર્ટ્સનું કહેવું છે કે કંપનીઓના ત્રિમાસિક પરિણામો, ગ્લોબલ વલણ અને વિદેશી રોકાણકારોની કારોબારી ગતિવિધિઓ આ સપ્તાહે શેર બજારનું વલણ સ્પષ્ટ કરશે. આ સપ્તાહે ઓછું કારોબારી સેશન થશે.

સ્વસ્તિકા ઇન્વેસ્ટ માર્ટ લિમિટેડના પ્રવેશ ગૌડે જણાવ્યું હતું કે ચોથી ત્રિમાસિકના પરિણામોની સીઝન સમાપ્ત થનાર છે. કંપનીઓના બહેતર પરિણામો અસંમજસમાં ફસાયેલા બજારને કંઇક રાહત આપી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત જાપાન વચ્ચે અમેરિકાના આર્થિક આંકડા અને વૈશ્ર્વિક મુદા બજારમાં ચડાવ-ઉતારની દિશા માટે મહત્વપૂર્ણ રહેશે. સપ્તાહ દરમિયાન ઓએનજીસી, શેલ, વીએચઇએલ, જેકે ટાયર, વન-97 કોમ્યુનિકેશન્સ, પાવર ગ્રીડ, ઇંટરગ્લોબ એવિએશન, આઇટીસી અને એનટીપીસી પોતાના ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરશે.

માસ્ટર કેપિટલ સર્વિસીઝના અરવિંદસિંહ નંદાએ જણાવ્યું હતું કે, આ સપ્તાહે બજારનો સીનારિયો ઘરેલું અને ગ્લોબલ આર્થિક આંકડાથી નક્કી થશે.

 

એફપીઆઇએ 28,200 કરોડ રૂપિયા ઉપાડી લીધા
સામાન્ય ચૂંટણીના પરિણામોને લઇને અનિશ્ચિતતા અને ચીનના બજારોમાં આકર્ષક વેલ્યુએશનને લઇને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાંથી 28,200 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj