કોરોનાકાળની ઈફેકટ પુરી: બેંકોમાં થાપણો કરતા ધિરાણ વૃદ્ધિદર ઉંચો

India | 20 April, 2024 | 02:43 PM
રિઝર્વ બેંકના ડેટા પરથી તારણ: ઉંચા વ્યાજના કારણે લોકો સેવિંગ ખાતામાંથી એફડીમાં પૈસા મુકી રહ્યા છે
સાંજ સમાચાર

મુંબઈ તા.20
દેશમાં અર્થતંત્રમાં આવી રહેલી ઝડપ વચ્ચે બેંકો પાસેથી ધિરાણની પણ માંગ વધી છે અને આ ઉપરાંત પર્સનલ લોન સહિતના વ્યક્તિગત ધિરાણ પણ નવી ઉંચી સપાટીએ પહોંચી રહ્યા છે તે પછી કોરોનાકાળ પછી પ્રથમ વખત બેંકમાં થાપણના વૃદ્ધિદર કરતા ધિરાણનો વૃદ્ધિદર ઉંચો ગયો છે.

હજુ ધિરાણ માંગમાં વધારો થાય તેવી શકયતા છે. રિઝર્વ બેંક દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2024માં બેંકોની થાપણો કરતા ધિરાણમાં રૂા.2 લાખ કરોડનો વધારો થયો છે અને બેંકની ડિપોઝીટ રૂા.210 લાખ કરોડ થઈ છે જે અગાઉ કરતા 14 ટકા એટલે કે રૂા.26 લાખ કરોડનો વધારો દર્શાવે છે પરંતુ તેની સામે બેંકનો ક્રેડીટ ગ્રોથ 20 ટકા વધ્યો છે અને કુલ રૂા.166 લાખ કરોડનુ બેંક ધિરાણ થયું છે.

થાપણો વધવા પાછળનું એક કારણ હાલ બેંકમાં ડિપોઝીટ પર જે ઉંચા વ્યાજદર ઓફર કરાય છે તે પણ લોકોને સેવિંગ ખાતામાંથી નાણા એફડીમાં ટ્રાન્સફર કરવાનું એક કારણ બની ગયું છે અને સેવિંગ ખાતામાંથી ફકત રૂા.3.08 લાખ કરોડનો વધારો થયો છે જયારે એફડીમાં 21.07 લાખ કરોડનો વધારો થયો છે. બેંકના ધિરાણ માંગમાં વધારામાં એચડીએફસી બેંક પ્રથમ સ્થાને રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj