નબળી વાર્તાને કારણે ‘ગ્રાઉન્ડ ઝીરો’ ફિલ્મ ઝાંખી પડી ગઈ: ઈમરાન હાશમીનો અભિનય પણ છાપ છોડીજાય તેવો નથી જ !

India, Entertainment | 26 April, 2025 | 05:05 PM
ફિલ્મ શા માટે જોવી જોઈએ જો : તમને દેશભક્તિની ફિલ્મો પસંદ હોય અને તમે ઇમરાન હાશ્મીના ફેન છો તો આ ફિલ્મ જોવી જોઈએ.
સાંજ સમાચાર

જો આજે આપણે જોખમ નહીં લઈએ, તો આવતી કાલ દરેક માટે જોખમી બની જશે. દરેક વ્યક્તિ પોતાનાં માટે વિચારે છે, પરંતુ એવાં લોકો ઓછા છે જે બીજા માટે વિચારે છે. હા, આ ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરો બોર્ડર સિક્યોરિટી ફોર્સના બહાદુર અધિકારી નરેન્દ્ર નાથ ધર દુબેની સ્ટોરી પર આધારિત છે.

ફિલ્મની વાર્તા અનુસાર નરેન્દ્ર દુબે (ઇમરાન હાશ્મી) 2001માં સંસદ હુમલા દરમિયાન કાશ્મીરમાં પોસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ તેને એક ખતરનાક આતંકી ગાઝી બાબા વિશે પણ જાણકારી મળી જાય છે. ગાઝી બાબા માત્ર સંસદ પર હુમલો કરવાના ષડયંત્રમાં જ સામેલ નહોતો, પરંતુ સીમા સુરક્ષા દળના લગભગ 70 જવાનોની હત્યાના ષડયંત્રમાં પણ તેનો જ હાથ હતો.

ગાઝી બાબાને ગમે તે રીતે પકડવાની કોશિશ કરી રહેલાં નરેન્દ્ર દુબે ઘણી વાર છેલ્લી ઘડીએ તેને પકડવામાં થાપ ખાઈ જતાં હતાં. આ કારણથી કમાન્ડર (મુકેશ તિવારી) દ્વારા તેને થોડા સમય માટે ફરજ પરથી પણ કાઢી મૂકવામાં આવે છે. 2003માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાશ્મીર પ્રવાસ દરમિયાન તેમના કાફલા પર થયેલા હુમલાના કેસમાં પણ ગાઝી બાબાનું નામ સામે આવ્યું હતું. 

નરેન્દ્ર દુબેને ગાઝી બાબા સાથે સંબંધિત માહિતી મળે છે કે તે શ્રીનગરના જૂના વિસ્તારમાં છુપાયો છે. પરંતુ ઓપરેશનમાં વધુ જોખમ હોવાને કારણે તેમને તે ઓપરેશન કરવા દેવાની પરમિશન મળતી નથી. પરંતુ ગાઝી બાબાને ખતમ કરવાની આ તક ગુમાવવી નરેન્દ્ર દુબેને મંજૂર નહોતી, તેથી તેઓ એકલા જ આ ઑપરેશન માટે જવાનું નક્કી કરે છે. પણ છેલ્લી ઘડીએ એમનાં સાથી ઑફિસરો પણ નરેન્દ્ર દુબે સાથે ઑપરેશન કરવા સંમત થાય છે. નરેન્દ્રએ ગાઝી બાબાને પકડી લીધો કે મારી નાખ્યો ? આ જાણવા માટે તમારે સિનેમાઘરમાં જવું પડશે. 

આ ફિલ્મનાં દિગ્દર્શક તેજસ વિજય દેઉસ્કરની જવાબદારી હતી કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા ચલાવવામાં આવતાં સૌથી મોટા મિશનની વાર્તાને પડદા પર લાવવી, પરંતુ દુ:ખની વાત એ છે કે, આવી શાનદાર વાર્તાને રોમાંચક રીતે પડદા પર લાવવામાં તે સફળ ન થઇ શક્યાં. ફિલ્મની વાર્તા, પટકથા અને સંવાદ લેખકો સંચિત ગુપ્તા અને પ્રિયદર્શિની શ્રીવાસ્તવે લખેલી વાર્તા અને પટકથા પ્રેક્ષકોમાં રોમાંચ પેદા કરતી નથી, જે આટલી હાઇ એક્શન ફિલ્મમાં અપેક્ષિત છે.

તે જ સમયે, ફિલ્મનાં સંવાદો એટલાં પ્રભાવશાળી નથી. અઢી કલાકની ફિલ્મ છે. આમ છતાં, તે પ્રેક્ષકોને આખો સમય જકડી રાખતી નથી. ફિલ્મની શરૂઆત તો ઠીક છે, પરંતુ ધીરે ધીરે તે નબળી પડવા લાગે છે. સાથે જ ફિલ્મ સેક્ધડ હાફમાં રોમાંચને જગાડતી નથી. જ્યારે ફિલ્મનો ક્લાઈમેક્સ પણ એટલો મજબૂત નથી. કલાકારોની એક્ટિંગની વાત કરીએ તો ઇમરાન હાશ્મીએ નરેન્દ્ર દુબેનો રોલ સારી રીતે કર્યો છે. 

આમ છતાં એ દર્શકોને યાદ રહી જાય એવી છાપ છોડી શક્યાં નથી, સાથે જ ફિલ્મનાં બાકીનાં કલાકારોએ પણ કમાલનું કામ કર્યું છે. વાસ્તવમાં આ ફિલ્મમાં ઇમરાન સિવાય અન્ય કોઇ કલાકારને ઉભરવાની એટલી તક મળતી નથી. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને કેમેરા વર્ક સારા છે. સાથે જ ફિલ્મમાં સંગીત માટે વધારે સ્કોપ નથી. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj