પ્રથમવાર ગેંગસ્ટર આધારિત બનેલ ફિલ્મ ‘સમંદર’ને મળ્યો અદ્ભૂત પ્રતિસાદ

Entertainment, Gujarat | Rajkot | 20 May, 2024 | 03:22 PM
♦ ફિલ્મનું શુટિંગ પોરબંદરમાં થયું: 45 દિવસ દરમ્યાન દરિયા કિનારે શુટિંગ કરાયું
સાંજ સમાચાર

♦ ફિલ્મ બનાવનાર બે ખાસ મિત્રોએ મુવિમાં પણ જીગરજાન મિત્રોની વાર્તા દર્શાવી

રાજકોટ તા.20
ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સોનેરી સુરજ ઉગ્યો છે. ત્યારે ગુજરાતી દર્શકોને ફરી એકવાર ફિલ્મથી મંત્રમુગ્ધ કરવા અને કાઈક હટકે નવું આપવા ગેંગસ્ટર આધારીત ફિલ્મ ‘સમંદર’ સિનેમા ઘરમાં રિલીઝ થઈ ચુકયું છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં પ્રથમવાર ગેંગસ્ટર આધારિત ફિલ્મ બની છે જેને રાજકોટના બિઝનેશમેન કલ્પેશ પલાણ અને ઉદયરાજ શેખવા દ્વારા બનાવવામાં આવ્યું છે.

45 દિવસમાં પોરબંદરમાં આ ફિલ્મનું શુટીંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પોરબંદરની ઓળક જે દરિયાકિનારો છે તેના અસ્તિત્વને હુબહુ જીવંત રાખવામાં આવ્યો છે. ફિલ્મના પ્રોડયુસર, નિર્માતા અને ફિલ્મના પાત્રોએ ખુબ મહેનત કરી છે. પોરબંદરના માછીમારો અને ત્યાંના પ્રમુખોના સહયોગથી ફિલ્મમાં દરિયાકિનારાનું કલ્ચર રજુ કરી શકાયું છે. ત્યારે આ ફિલ્મની સફળતા બદલ ફિલ્મની સ્ટાર કાસ્ટ મયુર ચૌહાણ, જગજીતસિંહ વાઢેર, ચેતન ધાનાણી, ફિલ્મ નિર્માતા કલ્પેશ પલાણે ‘સાંજ સમાચાર’ની મુલાકાત લીધી હતી.

દર્શકો જે ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ફિલ્મ ‘સમંદર’ આખરે સિનેમા ઘરોમાં છવાઈ ગયેલ છે. વટ, વચન અને વેર દર્શાવતી બે જીગરજાન મિત્રોની કહાની એટલે ‘સમંદર’ રીલીઝ થયાની સાથે જ આ ફિલ્મને અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. હાઉસફુલ સીનેમા ફિલ્મની સફળતા દર્શાવી રહ્યા છે. પ્રથમવાર પોરબંદરના દરિયાકિનારે આ ફિલ્મનું શુટીંગ કરવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતા કલ્પેશ પલાણના હોમટાઉનમાં આ ફિલ્મનું શુટીંગ થયું છે.

"સમંદર" 2 મિત્રો ઉદય અને સલમાનના પાત્રમાં અનુક્રમે મયુર ચૌહાણ અને જગજીતસિંહ વાઢેર એ મજ્જો પડાવી દીધો છે. સૌરાષ્ટ્ર સ્થિત કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે. 17મી મેના રોજ રિલીઝ થયેલ આ ફિલ્મ સિનેમાઘરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે અને દર્શકો ભરપૂર રીતે વખાણી રહ્યાં છે. જેઓ આજે રાજકોટની મુલાકાતે પોહચ્યા હતા.

ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા "અંડરવર્લ્ડ વિષય પર બનેલ આ ફિલ્મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. આ તેમનો ડ્રીમ પ્રોજેકટ હતો. ગુજરાતના ગેન્ગસ્ટરની વાત છે, માફિયાગીરીમાં બે ભાઈબંધ કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બન્ને ભાઈ બને છે એની વાત ફિલ્મમાં કરવામાં આવી છે. રાજકારણીઓ અર્જણ પરમાર અને ઇમ્તિયાઝ મેમણ બે ભાઈબંધોની યારીમાં કઈ રીતે ભંગાણ પાડે છે તે દર્શાવ્યું છે.

ધારાસભ્ય અરજણ સિંહ પરમારના પાત્રમાં ચેતનનું પર્ફોમન્સ, સ્ટાઈલ અને વટ દિલ જીતી લે છે તો મેમણના પાત્રમાં ધર્મેન્દ્ર ગોહિલની પર્સનાલિટી બહુ જ સરસ પડે છે. ફિલ્મના દરેક કેરેક્ટર પોંઇટના પાત્રને સંપૂર્ણ ન્યાય આપે છે. મમતા સોની કલ્પના ગગડેકર અને મયુર સોનેજી જેવા પ્રતિભાશાળી કલાકારો પણ ઊંડી છાપ છોડે છે.
ફિલ્મનું મ્યુઝિક પ્રખ્યાત કેદાર- ભાર્ગવની જોડી એ આપ્યું છે જે ફિલ્મને વધુ સફળતાના શિખર પર લઇ જાય છે. જાણીતા ગાયકો નકાશ અઝીઝ અને આદિત્ય ગઢવીના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ ફિલ્મનું પ્રથમ સોન્ગ "માર હલેસા" અને અન્ય સોન્ગ જે પ્રખ્યાત બોલીવુડ સિંગર બી પ્રાકે ગાયું છે- "તું મારો દરિયો રે" મિત્રોની દોસ્તી પર પ્રકાશ પાડે છે.

એના વાવટામાં વટ, વચન અને વેર ફરકતા હોય... એની જાળમાં જંગ, ઝંખના,ઝનૂન, ઝબકતા હોય, ભલે પછી મઝધારે ગમે તેવા મોજા ઉછળતા હોય, વાટ જોવાય એની, કિનારે હૈયા ધબકતા હોય...."- જેવાં દમદાર ડાયલોગ્સ એ આ ફિલ્મ ને હિટ બનાવી છે. જે સોશિયલ મીડિયા પર હાલ ટ્રેન્ડીંગ માં છે. આ ઉપરાંત તેના ગીતો પણ અત્યારે ટ્રેન્ડીંગ છે જે નેશનલ લેવલએ 37 માં ક્રમે છે અને અગામી દિવસોમાં ટોપ માં પણ તેનો સામવેશ થઈ જશે. 

આ ફિલ્મ ગુજરાત અને મહારાષ્ટ્ર માં રિલીઝ કરવામાં આવી છે. આગામી દિવસોમાં માં અન્ય દેશોમાં પણ રિલીઝ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ મૂવી ડબ થશે . જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગર્વ સમાન છે. ફિલ્મ ની ખાસિયત એ છે કે ફિલ્મમાં 2 જીગર જાન મિત્રો ની છે અને ફિલ્મ બનાવનાર પણ બે જીગર જાન મિત્રો છે. ફિલ્મના કલાકારો એ આ ફિલ્મ માટે ગેંગસ્ટાર ની વાતો વાંચી હતી. રીસર્ચ કર્યું હતું.

આવી રીતે પાત્રો માટે તૈયારી કરી હતી. પ્રથમવાર પ્રખ્યાત અને બોલીવુડ  પંજાબી સિંગર બી પ્રાકે ગુજરાતી ગીત મા અવાજ આપ્યો છે.  તેમજ બોલીવૂડ ની હિટ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી,  અને તાજેતરમાં રિલીઝ થયેલ હીરામંડી માં ડાંસ કોરિયોગ્રાફ કરનાર ક્રુતી મહેશ એ આ ફિલ્મ મા કોરિયોગ્રાફી કરી છે. તેમજ પુષ્પા,  જવાન,  પઠાણ જેવી સુપરહિટ ફિલ્મો મા ટેકનિકલ કામ કરનાર ટેકનિસિયાને કામ કર્યું છે.

10 દિવસ થયું દરિયા વચ્ચે શુટિંગ
 સમંદર મુવિ માટે પ્રોડયુસર, ડિરેકટર, એકટર, ટેકનીશીયન સહિત તમામ કાસ્ટે ખુબ મહેનત કરી છે. આ ફિલ્મને હિટ બનાવતો સીન દરિયાની વચ્ચે શુટ કરવામાં આવ્યું છે. દરિયા કિનારે શુટીંગ કરવામાં સરળતા રહે છે. પણ જયારે વાત દરિયાની અંદર શુટીંગ કરવાની થાય ત્યારે ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ફિલ્મમાં એક સીન દરિયાની વચ્ચે જઈ બોટમાં શુટિંગ કરવામાં આવ્યું હતું. એક, બે નહીં પરંતુ 10 દિવસ આ શુટિંગ કરવામાં આવ્યું હતું.

 

પ્રથમવાર બોલિવુડ સિંગર બી પ્રાકે ‘તું મારો દરિયો રે’.. ગીતમાં અવાજ આપ્યો
પંજાબી અને હવે બોલીવુડના પ્રખ્યાત સિંગર જેણે ‘રાંઝા’ ‘મનભર્યા’, ‘સારી દુનિયા જલા દેંગે’ જેવા સુપરહિટ ગીત આપનાર બી પ્રાકએ પ્રથમવાર ગુજરાતી ગીત ગાયું છે. તેઓએ ‘તું મારો દરિયો’ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. દરેક ગીતની માફક તેમનું આ ગીત પણ સુપરહીટ ગયું છે. હાલ સોશ્યલ મીડિયા પર મોસ્ટ ટ્રેન્ડીંગ સોંગ છે હજારો રિલ્સ પણ બની ચુકી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીય પ્રથમવાર બોલીવુડના ભેગા સીંગરે પોતાનો અવાજ આપ્યો છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj