રાજકોટ, તા.24
ખમિરવંતો ઈતિહાસ ધરાવતા અને તલવાર બનાવવાની કળા માટે જાણીતા વાઢાળા સમાજનો પ્રથમ સમૂહલગ્નોત્સવ 26 જાન્યુઆરીએ રવિવારે બપોરે 12 કલાકે ચોટીલા ખાતે આવેલા મોલશ્ર્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાશે. આ પ્રસંગે વાઢાળા સમાજના ત્રણ નવદંપતીઓ સમાજના આગેવાનો, સાધુસંતો અને રાજકિય આગેવાનો, રાજવી પરિવારોના હાજરીમાં પ્રભુતામાં પગલાં પાડશે.વાઢાળા સમાજ ના સમૂહ લગ્નમાં 3 દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે.
જેમાં દીકરીઓને 150 થી વધુ વસ્તુઓ કરિયાવર રૂપે આપશે. વાઢારા સમાજ દ્રારા પ્રથમ સમૂહ લગ્નોત્સવની કંકોત્રીમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની અપિલ કરવામાં આવી છે.
આ તકે સ્વ. મહંતશ્રી કાંતિબાપુ,મહંતશ્રી અશ્ર્વિનગીરી શ્રીચામુંડા માતાજી ,ચોટીલા,શ્રી કાલીદાસજી બાપુ - ગૌ ભકત મંદિર - દેકાવાડા, અવધુત રામાણીબાપુ -ગૌભકત, કેસરગઢ,શ્રી દામજીબાપા -જલારામ મંદિર ચોટીલા,શ્રી કબીર આશ્રમ -ચોટીલા,શ્રી બ્રહમાકુમારી મીરાબેન ખાસ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપશે.
આ સાથે લગ્નની વિધિ પહેલા ગૌમાતાનું પૂજન કરીને સમૂહલગ્નોત્સવને ખુલ્લો મુકવામાં આવશે. આજે પણ કુરિવાજો સામે લડી રહેલા સમાજમાં દીકરો દીકરી એક સમાન અને સ્ત્રી શિક્ષણનો સંદેશો પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ગૌરક્ષાનું કામ કરતા ગૌભક્તો અને સાધુ-સંતો મોટી સંખ્યામાં હાજરી આપીને નવદંપતીને આર્શિવાદ આપશે.
આ આયોજન અંતર્ગત હરેશ ભાઈ ચૌહાણ, કુલદીપ સોલંકી, હર્ષિલ ચૌહાણ, જૈમિન બોડાણા, જૈનીલ ઉપાધ્યાય, ભાવિન વાળા, કેતન સંઘવી એ સાંજ સમાચારની મુલાકત લીધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy