હનુમાન જયંતિનો મહિમા

Dharmik | 23 April, 2024 | 02:51 PM
સાંજ સમાચાર

ભારત દેશ એટલો સંસ્કૃતિથી સંકડાયેલા છે કે, આખા ભારતમાં એક યા બીજા ખુણે ધાર્મિક પ્રસંગો હોય જ, આપણા રાષ્ટ્રપતિશ્રી રાધાકૃષ્ણનને પોતાના પુસ્તકમાં પણ લખેલ છે કે, ભારતમાં 365 દિવસ પૂજનો ચાલતાં હોય જ છે.

ચૈત્ર સુદ-9ના દિવસે રામ જન્મ દિન ઉજવાયો, કારણકે શ્રી રામ અને કૃષ્ણના રંગે ભારત દેશ રંગાયેલું છે, એટલું બીજા કોઈના રંગે રંગાયું નથી.
આજે હનુમાનજીનો જન્મ દિવસ છે. રામના પરમ ભકતની થોડી વાતો સમજવા જેવી છે.

જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણત્રી થાય છે એવા રામ ભકતનો જન્મ ચૈત્ર સુદ-15ના રોજ થયો છે. શંકરનું શિવાલય જેમ નંદી વગરનું હોતું નથી, તે જ પ્રમાણે શ્રી રામના દેવાલયની પૂર્ણતા હનુમાનજીની મૂર્તિ સિવાય પૂર્ણ થતી નથી. જેમ દિકરાના પરાક્રમથી બાપ આનંદિત થાય છે, શિષ્ય પાસે હારી જવામાં ગુરૂ ગૌરવ અનુભવે છે તેમ ભક્તના મહિમા વૃધ્ધિથી પ્રભુ પ્રસન્નતા જ અનુભવે છે. આજે લોકો હજારો વર્ષથી જન સમુદાયના હૃદયમાં રામ જેટલું સ્થાન લોકોના હદયમાં વસેલું છે.

શ્રી હનુમાન જયંતિ ઉજવાય છે, કારણકે તેણે પોતાના આંતર બાહય પર વિજય મેળવ્યો છે. ઈન્દ્રજીત જેવા શત્રુને પરાજીત કર્યો, પણ તેના મનની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર,ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો હતો.

સીતાજીની શોધમાં લંકા ગયા, ત્યાની જાહોજલાલી, સોનાની લંકા, સુંદર સ્ત્રીઓ જોઈ હતી, પણ તેનું મન ચલિત થયું ન હતું. થાય પણ નહિ, જેને રામજીનો આશરો હોય તેનું મન દરેક રીતે ભરેલું જ હોય.

શ્રી હનુમાનજી બળ, બુધ્ધિ સંપન્ન હતાં, તેમનામાં માનસ શાસ્ત્ર, રાજનીતિ, સાહિત્ય, તત્વજ્ઞાન વિગેરે શાસ્ત્રોનું ઉંડુ જ્ઞાન હતું, તેમને રૂદ્રનો અવતાર કહેવામાં આવે છે.
આ તેમનું ટુંકમાં વર્ણન છે, તેમનામાં જબરજસ્ત વિધ્યતા હતી તે " બુધ્ધિમતામ વિરીષ્ઠ " હતાં, તેમનામાં વકતા શકિત પણ ગજબની હતી. હનુમાનની વાણીમાંથી જાણે જ્ઞાનની વૈચારિકાનો પ્રવાહ સરળ હતાં, તેમ સાંભળનારને લાગતું હતું. હનુમાનજીને માનસશાસ્ત્રનો ઉંડો અભયાસ હતો, તેમની મુત્સદગીરી અને વિધાનો ઉપર રામનો પણ અદભૂત વિશ્વાસ હતો. વિભીષણ શત્રુ રાજયનો સચિવ અને રાવણનો ભાઈ આવ્યો છે, તે કયાં હેતુથી આવ્યાં છે ? તેને સ્વ પક્ષમાં લેવો કે નહીં ? તે માટે સુગ્રીવ જેવાં બાહોશથી સલાહ માંગી હતી, બધાનો મત ના આવ્યાં બાદ હનુમાનજીનો મત લેતાં, તુરંત તેમણે સ્વીકારવાની સલાહ આપી, તુરંત રામે સ્વીકારી લીધી, કારણકે માણસ પારખવાની તેનામાં ગજબ શકિત હતી. 

સીતાની શોધનું કાર્ય રામજીએ હનુમાનને સોપ્યું હતું, કારણકે તેને સંપૂર્ણ વિશ્વાસ હતો અને તે કેવું પાર પાડયું તે સસ્તું જાણે છે. રામ એટલે સેવક અને સૈનિકોનો સહયોગ ભકિત અને શક્તિનો સંગમ છે.

આમ તો રામાયજ્ઞમાં હનુમાન જેટલો જ રાવશ બળવાન હતો, પણ રાવણનું બળ ભોગને અર્પણ હતું, એકે રાય પત્ની સીતાને ભગાડી, જયારે બીજાએ તે શોધી કાઢી. શક્તિ માનવને રાક્ષસ બનાવે છે, જયારે ભક્તિ શક્તિ માનવને દેવત્વ પ્રદાન કરે છે. આ વાત વાલ્મિકી રામાયણમાં સુંદર રીતે બતાવી છે. ખા બે પાત્રોને ગગનના ગોઠવ્યાં છે.

હનુમાનજી બ્રહમચર્ય, માંગલ્ય, પવિત્ર અને ચારિત્રની આદર્શની મૂર્તિ છે. રામ ભકિત માટે શરીર બળ, મનોબળ, અને બુધ્ધિબળની જરૂર હોય છે. જે બધા જ ગુસ્સો હનુમાનજોયાં છે. શિવજીના ગુરૂ સમર્થ રામદાસે અખાડા અને વ્યાયમશાળાઓની સ્થાપન કર્યુ હતું, પરંતુ આ બધાથી શક્તિ મળે છે, પણ શાંતિ મળની નથી એટલે તે મેળવવા માટે દરેક અખાડામાં હુમાનજીનું મંદિર બનાવતાં હતાં. વ્યાયમ કરીને મેળવેલ શકિત રામનો વિરોધ ન કરવાં હનુમાનજી જેમ ભગવત કાર્યમાં વાપરવાનું શીખવ્યું છે.

આજે ઠેર ઠેર રાવણો અને કુંભકર્ણે જાગ્યાં છે. આ સમયે રામનું કામ કરવા હનુમાનજીની જરૂરત છે. રાવણી વિચારો અને વૃતિઓનું દહન કરનાર વીર મારૂતીની જરૂરત છે. રામની સંસ્કૃતિનું રક્ષણ કરનાર દાસ હનુમાનની જરૂર છે. જે સમાજ માંગી રહયો છે તેવા પ્રયત્ન કરનારને હનુમાન જયંતિ ઉજવવાનો અધિકાર છે. પણ આપણે તો એક રૂપિયાનું તેલ, પાંચ રૂપિયાનું શ્રીફળ અને માળામાં હનુમાનજીની કિંમત કરી નાખી છે. શનીવારે આટલું અર્પણ કરી સિંદુરનું ટપકું કરી એટલે આપણી ભકિત સમાઈ ગઈ ? રામના ભકતો, સેવકો અને રામના સૈનિકો જે સમયમાં જરૂર છે ત્યારે આપણે સુતેલા રહીશું તે નહીં ચાલે. આપણે ઉઠવું પડશે, જાગવું પડશે, હનુમાનજીની જેમ રામના કામમાં કટિબધ્ધ થવું પડશે.

આ બધું મેળવવા માટે ચાલો જામનગર છોટી કાશીમાં કે જયાં ” શ્રી રામ જય રામ જય જય રામ  નો મંત્ર અખંડ 24 કલાક છેત્લા 5 વર્ષથી ગવાય છે ત્યાં માથુ નમાવી રામના કાર્યો હનુમાનજીએ કર્યા તેવા કાર્યો કરવાની શકિત માંગીએ.
સંકલન: વિનુભાઇ જી.તન્ના

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj