સાયબર ક્રાઈમમાં સામેલ 28,200 મોબાઈલ ફોન બંધ કરવાનો સરકારે ટેલીકોમ કંપનીઓને નિર્દેશ કર્યો

India | 18 May, 2024 | 04:24 PM
સરકારના રડારમાં 20 લાખ મોબાઈલ નંબરો: તાત્કાલીક અસરથી મોબાઈલ કનેકશનનું ફરીથી વેરિફિકેશન કરવા આદેશ
સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.18

કેન્દ્ર સરકાર દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને રાજ્યોની પોલીસને સામેલ કરીને એક એક્શન ફોર્સ તૈયાર કરવામાં આવી છે. જે છેતરપિંડી કરનારા યુઝર્સની ઓળખ કરી રહ્યું છે. સરકાર કડક મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. સરકારે કેટલાક મોબાઈલ યુઝર્સની ઓળખ કરી છે જેમના મોબાઈલ ફોન

બ્લેકલિસ્ટ થઈ શકે છે. મતલબ કે તમે તમારા ફોનનો ફરીથી ઉપયોગ કરી શકશો નહીં. ટેલિકોમ વિભાગ (DoT) એ આ મામલે રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા અને અન્ય ટેલિકોમ ઓપરેટર્સને 28200 મોબાઈલ ફોન બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સરકારે સાયબર ક્રાઈમમાં સામેલ લગભગ 28,200 મોબાઈલ ફોન બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, સરકારે ટેલિકોમ કંપનીઓને તાત્કાલિક અસરથી 20 લાખ મોબાઇલ કનેક્શનને ફરીથી વેરિફિકેશન કરવાનો નિર્દેશ આપ્યો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ(DoT) કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસે મોબાઈલ સાયબર ક્રાઈમ અને ઓનલાઈન બેંકિંગ છેતરપિંડી રોકવા માટે સંયુક્ત એક્શન ટીમની રચના કરી છે. છેતરપિંડી કરનારાઓના નેટવર્કને નષ્ટ કરવા માટે આ ટીમની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસે 28,200 મોબાઈલ હેન્ડસેટની ઓળખ કરી છે જે સાયબર ક્રાઈમમાં સામેલ છે અને તેમને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત 20 લાખ શંકાસ્પદ મોબાઈલ ફોનની ફરી તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. ટેલિકોમ વિભાગ દ્વારા મોબાઈલ નંબર 10.834ને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગે સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડી અથવા બનાવટી અથવા બનાવટી દસ્તાવેજો પર લીધેલા મોબાઇલ કનેક્શન્સની ઓળખ કરી છે અને તે પછી લગભગ 1.58 લાખ IMEIઆધારિત મોબાઇલ ઉપકરણોને અવરોધિત કરવામાં આવ્યા છે. આ વર્ષે 30 એપ્રિલ સુધી, ઉજ્ઞઝ એ 1.66 કરોડ મોબાઈલ કનેક્શન કાપી નાખ્યા છે. ડેટા અનુસાર, યૂઝર્સ તરફથી મળેલા ફીડબેકના આધારે 30.14 લાખ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે, જ્યારે 53.78 લાખ સિંગ કાર્ડ્સ ચોક્કસ મર્યાદા ઓળંગવા બદલ ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj