પ્રથમ તબકકામાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં 80 ટકા, સૌથી ઓછું બિહારમાં 47.74 ટકા: કોને લાભ, કોને નુકશાન?

India, Politics, Lok Sabha Election 2024 | 20 April, 2024 | 03:34 PM
ભાજપનું વર્ચસ્વ ધરાવતા હિન્દુ બેલ્ટમાં ટકાવારી 55 ટકા સુધી પણ ન પહોંચી: રાજકીય અટકળોનો દોર
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.20
લોકસભાની પ્રથમ તબકકાની 102 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સૌથી વધુ 80 ટકા મતદાન ત્રિપુરામાં નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું 47 ટકા મતદાન બિહારમાં થયું હતું. ઓછુ-વધુ મતદાન કોને ફાયદો કરાવે તે વિશે રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે.

દેશના 21 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભાની 102 બેઠકો માટે ચૂંટણી મતદાન થયું હતું. આકરા ઉનાળા-વેકેશન જેવા કારણોથી મતદાન પ્રભાવિત ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હોવા છતાં અનેક બેઠકોમાં મતદાનની ટકાવારી ઓછી રહી હતી.

રાજ્યવાર સરેરાશ મતદાન ચકાસવામાં આવે તો આંદામાન-નિકોબારની બેઠક પર 56.87 ટકા મત પડ્યા હતા. અરૂણાચલ પ્રદેશની બેઠક પર 65.94 ટકા મતદાન નોંધાયું હતું.

આ સિવાય આસામમાં 71.46 ટકા, બિહારમાં 47.74 ટકા, છત્તીસગઢમાં 63.41 ટકા, કાશ્મીરમાં 65.08 ટકા, લક્ષદ્વીપમાં 59.02 ટકા, મધ્ય પ્રદેશમાં 63.50, મહારાષ્ટ્રમાં 55.35, મણીપુરમાં 68.81, મેઘાલયમાં 67.39, મિઝોરમમાં 54.23, નાગાલેન્ડમાં 56.91, પોન્ડીચેરીમાં 73.37, રાજસ્થાનમાં 52.30, સિક્કીમમાં 68.06, તામીલનાડુમાં 62.32, ત્રિપુરામાં 80.06, ઉત્તર પ્રદેશમાં 57.90, ઉત્તરાખંડમાં 53.77 તથા પશ્ર્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન થયું હતું.

બિહાર, ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યોમાં મતદાનનું પ્રમાણમાં ઓછું રહેવાને પગલે રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્ર 55 ટકા મતદાન ઓછું જ ગણાવાય છે. જ્યારે આ ઓછુ-વધુ મતદાન કોને લાભ કરાવે કે કોને નુકશાન થાય તે વિશે ગણિત મંડાવા લાગ્યા છે.

રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા હિન્દી બેલ્ટના રાજ્યોમાં ભાજપનો દબદબો છે અને મહત્તમ બેઠકો તેના કબ્જામાં છે. આ રાજ્યોમાં મતની ટકાવારી 55 ટકાને વટાવી શકી ન હોવાનું સુચક છે. બિહારમાં ભાજપ-જદયુએ જોડાણ કર્યું છે. છતાં સૌથી ઓછું મતદાન બિહારનું છે.

પ્રથમ તબકકાના મતદાન પર રાજકીય પક્ષોથી માંડીને સમગ્ર દેશની નજર હોવાનું સ્વાભાવિક છે. શેરબજાર સહિતના માર્કેટોનું પણ ફોક્સ રહ્યું હતું. હવે મતદાનની ટકાવારી આધારિત ગણિત મંડાવા લાગ્યા છે. બાકીના છ તબકકામાં મોદી મેજીકથી માંડીને વિપક્ષી સ્ટ્રેટેજી સહિતના મુદાઓ ભાગ ભજવી શકે છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj