પાકિસ્તાનમાં હૈયુ હચમચાવી નાખતી ઘટના

PAKISTAN : ખાવાના સાંસા પડતા પતિએ પત્ની તથા સાત સંતાનોને કુહાડીના ઘા ઝીંકી મારી નાખ્યા

World | 12 April, 2024 | 05:06 PM
ખાવાપીવાના પૈસા ન હતા: ગરીબીને કારણે હત્યા કર્યાની કબુલાત
સાંજ સમાચાર

કરાચી તા.12
પાકિસ્તાનમાં દવા અને ખાદ્યપદાર્થો જેવી મૂળભૂત વસ્તુઓની કિંમતો આસમાને પહોંચી રહી છે. ત્યારે આ બધા વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા એક વ્યક્તિએ પોતાના 7 બાળકો અને પત્ની પર કુહાડી મારીને હત્યા કરી છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બની હતી. આ ઘટનામાં તમામ 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 

આર્થિક સંકટમાં ફસાયેલા આરોપી સજ્જાદ ખોખર નામનો વ્યક્તિ પોતાના બાળકો અને પત્નીનું ભરણપોષણ કરી શકતો ન હતો. પૈસાની અછતના કારણે આરોપી ખૂબ જ પરેશાન હતો અને તેની પત્ની સાથે અવારનવાર વિવાદ થતો હતો.

તેથી તેણે પોતાના પરિવારને જ મોતને ઘાટ ઉતારી દીધા. કાળજુ કંપાવી દે તેવી આ ઘટનામા આરોપી સજ્જાદની 42 વર્ષીય પત્ની કૌસર, ચાર પુત્રીઓ અને ત્રણ પુત્રોના મોત થયા હતા.

આ જઘન્ય અપરાધ બાદ પંજાબ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.  પોલીસે જણાવ્યું કે, આરોપીએ કુહાડી વડે તેના પરિવારની હત્યા કરી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ પોલીસને કહ્યું કે, તે હવે તેના બાળકો અને પત્નીને ખવડાવી શકશે નહીં, જેના કારણે તેણે હત્યા કરી.

આ ઘટનાએ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને આંચકો આપ્યો છે. આનો અર્થ એ થયો કે, પાકિસ્તાનમાં સ્થિતિ એટલી કાબૂ બહાર થઈ ગઈ છે કે, સામાન્ય લોકો પૈસાના અભાવે પોતાના પરિવારને બરબાદ કરવા પર તણાઈ ગયા છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj