જ્યારે ઈન્દિરા ગાંધીની સામે સિંહ સાથે પહોંચ્યો બળવાખોર નેતા: રસપ્રદ વાત

India | 12 April, 2024 | 04:47 PM
સિંહને સર્કસમાંથી 500 રૂપિયામાં લઈ આવ્યા હતા
સાંજ સમાચાર

દિલ્હી, તા 12 

વર્ષ 1974માં ઈન્દિરા ગાંધીની જાહેર સભામાં નાસભાગ મચી ગઈ હતી જ્યારે કોંગ્રેસના બળવાખોર નેતા બિહારી સિંહ વિશાળ ભીડ વચ્ચે સિંહ સાથે પહોંચ્યા હતા. બળવાખોર કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળતા બિહારી સિંહ નારાજ હતા. તેમણે ઈન્દિરા ગાંધીને જાહેર સભાઓને સંબોધિત ન કરવાની ચેતવણી આપી હતી. તેમના આ પગલાને કારણે ઈન્દિરા ગાંધીએ જાહેર સભા અધવચ્ચે જ છોડી દેવી પડી હતી.

દાદરીમાં ઈન્દિરા ગાંધીના રામચંદ્ર વિકલના સમર્થનમાં જાહેર સભા યોજાવાની હતી. તે જ સમયે ટિકિટ ન મળવાથી નારાજ બિહારી સિંહે કોંગ્રેસ સામે બળવો કર્યો અને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા. તેમને સિંહનું ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યું હતું. તેમણે ઈન્દિરા ગાંધીને ચૂંટણી રેલીને સંબોધવા માટે દાદરી ન આવવા જણાવ્યું હતું. આમ છતાં ઈન્દિરા ગાંધી જાહેર સભાને સંબોધવાના પોતાના નિર્ણય પર અડગ રહ્યા.

જાહેર સભાના એક દિવસ પહેલા બિહારી સિંહ બાગી ગાઝિયાબાદના સર્કસમાંથી 500 રૂપિયા આપીને ભાડા પર સિંહ લાવ્યા હતા. તેઓએ સિંહને તેના પાંજરામાં આખી રાત ઢાંકીને આંગણામાં રાખ્યો હતો. બીજા દિવસે જ્યારે ઈન્દિરા ગાંધી રેલી સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ પણ સિંહના પાંજરાને લઈને ત્યાં પહોંચ્યા હતા.
અસલી સિંહને જોયા બાદ ત્યાં એક અફવા ફેલાઈ કે બિહારી સિંહ સિંહને પાંજરામાંથી છોડાવવા જઈ રહ્યા છે. આ પછી નાસભાગ મચી ગઈ હતી અને રેલી સ્થળ પર એકઠા થયેલા લોકો ભાગી ગયા હતા.

ભીડ વિખેરાઈ ગયા બાદ ઈન્દિરા ગાંધી પણ પાંચ મિનિટમાં જ સભામાંથી નીકળી ગયા હતા.બિહારી સિંહ બાગી ભલે આ ચૂંટણીમાં ચૂંટણી જીતી શક્યા ન હતા, પરંતુ તેમણે કોંગ્રેસના ઉમેદવાર રામચંદ્ર બિકલને પણ જીતવા દીધા ન હતા. અહીંથી દેવતા ગામના તેજસિંહ ભાટી એનસીઓની ટિકિટ પર જીત્યા હતા. આ ચૂંટણીમાં જીત મેળવનાર તેજ સિંહ ભાટીને 22489 વોટ મળ્યા જ્યારે બીજા ક્રમે આવેલા રામચંદ્ર વિકલને 18144 અને બિહારી સિંહને 6526 વોટ મળ્યા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj