સિડની (ઓસ્ટ્રેલિયા),તા.7
વીસ કલાકની વિમાનની સફરમાં બે વખત ઉગતા સૂરજના દર્શન કરાવનાર દુનિયાની સૌથી લાંબી ઉડાન ટુંક સમયમાં જ શરૂ થનાર છે. જે ઓસ્ટ્રેલિયાની મુખ્ય એરલાઈન કવાંટાસ એરવેઝના પ્રોજેકટ સનરાઈઝ અંતર્ગત થશે.
2027માં સિડનીથી ન્યુયોર્ક સુધી લગભગ 17800 કિલોમીટરનું અંતર નકકી કરનાર ઉડાન શરૂ થનાર છે. હાલમાં આ ખિતાબ સિંગાપોર એરલાઈન્સની ઉડાનને મળેલ છે, જે સિંગાપોરથી ન્યુયોર્ક સુધીની સફર 18.5 કલાકમાં પુરી કરે છે.
કવાંટાસે આ સેવા માટે 12 એરબસ એ350-1000 વિમાનોનો ઓર્ડર આપ્યો છે. આ વિમાનોમાં સામાન્ય 300 સીટોની તુલનામાં 238 સીટો હશે, જેનાથી યાત્રીઓને વધુ લેગરૂમ મળશે. લાંબી ઉડાનોના સંચાલનમાં ઘણો જ ખર્ચ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy