સુરેન્દ્રનગરમાં જોરાવરનગરનું મુખ્ય મોક્ષધામ જર્જરીત બન્યું

Local | Surendaranagar | 02 April, 2024 | 01:48 PM
સ્નાનઘાટ, પ્રાર્થના હોલ, બિસ્માર બનતા ડાઘુઓને પરેશાની: રીપેરીંગની માંગ
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.2
 

જોરાવરનગરનું મુખ્ય મોક્ષધામ જર્જરિત બન્યું છે. સ્નાનઘાટ અને પ્રાર્થના હોલ પણ બિસમાર બનતા મૃતકની અંતિમક્રિયા માટે આવતા સ્વજનોએ તત્કાલ ધોરણે રિપેરીંગ કરાવી અગ્નિદાહ માટે લાકડાનો ઉપયોગ ના કરવો પડે તે માટે બનાવેલી સીએનજી ભઠ્ઠી જલ્દી શરૂ કરાવવા વેપારી એસોસિયેશને માંગ કરી હતી.

જોરાવરનગરનું મુખ્ય મોક્ષધામ જર્જરિત બનતા અંતિમક્રિયા માટે આવતા સ્વજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પ્રાથનાહોલ ઘણા વર્ષ જૂનો હોવાથી પ્લાસ્ટર ઉખડી ગયું છે. તેમજ આ હોલ ખૂબ નાનો હોવાથી અંદર વધારે માણસો બેસી શકતા નથી. સ્નાનઘાટ અને બાથરૂમ પણ તૂટી ગયા છે. મોક્ષધામમાં અંતિમક્રિયા માટે સીએનજી ભઠ્ઠી બનાવાઈ છે પણ હજુ સુધી કાર્યરત કરી નથી. આ અંગે વેપારી એસોસિયેશનનાં આગેવાનો ચકાભાઇ, દુષ્યંતભાઈ, રાજુભાઈ સહિત વેપારીઓએ કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે લાકડા દ્વારા થતી અંતિમક્રિયામાં ઘણો સમય લાગતો હોવાથી ઘણી વખત એક મૃતદેહની અંતિમવિધિ ચાલુ હોય ત્યાં બીજો મૃતદેહ આવી જતા તેમાં પણ રાહ જોવાનો વારો આવતો હોય છે. કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડાએ જોરાવરનગર સ્મશાનનું રિનોવેશન વહેલી તકે હાથ ધરાય તે માટે પાલિકા તંત્ર કાર્યવાહી કરશે તેવી બાહેધરી આપી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj