અદ્ભુત દ્રશ્યો : લક્ષદ્વીપમાં સ્નોર્કલિંગ બાદ હવે દ્વારકામાં સ્કુબા ડાઇવિંગ કરતા વડાપ્રધાન

મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ : સમુદ્રમાં નીચે પૌરાણિક કૃષ્ણ નગરીના દર્શન કરી ભાવવિભોર થતા મોદી

Gujarat, Saurashtra, Dharmik | Jamnagar | 26 February, 2024 | 12:23 PM
► ‘મારા માટે સાહસ કરતા વધારે શ્રદ્ધા છે’- પાણીમાંથી બહાર આવતા સાથી સ્કુબા ટ્રેનરોએ તાળીઓ પાડી નરેન્દ્રભાઇના દ્રઢસંકલ્પને વધાવ્યો
સાંજ સમાચાર

► 73 વર્ષીય નરેન્દ્રભાઈ  પંચકુઈ બીચના કિનારે થી 2 નોટીકલ માઈલ અંદર ગયા, ત્યારબાદ હાથમાં મોરપીંછ લઈ, કેસરી કુર્તા અને કોટીમાં સમુદ્રની અંદર ગયા : પ્રાચીન દ્વારિકા નગરીના ફકત દર્શન જ નહિ, પરંતુ મોરપંખ અર્પણ કર્યું, ધ્યાન તથા જાપ સાધના કરી 

► પ્રવાસીઓ સ્કુબા ડાઇવીંગથી મુળ દ્વારિકાના દર્શન કરે એ માટે ગુજરાત સરકાર કટીબધ્ધ : દેશકાજ સાથે દેવકાજ કરવાનો દિવ્ય અનુભવ...

દ્વારકા : ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હાલારની ધરતી પર આવ્યા હતા. તેઓ દિલ્હીથી જામનગર રાત્રે 9.30 કલાકે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ રોડ શો યોજી તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સવારે તેઓ બેટ દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી, 2.32 કિલોમીટર લાંબો કેબલ બ્રિજ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું.

ત્યારબાદ તેઓ દ્વારકા જગત મંદિરે પહોંચ્યા અને ભગવાન દ્વારકાધીશના દર્શન પૂજા અર્ચન કર્યા અને પછી પંચકુઈ બીચ પહોંચ્યા અને ત્યાંથી 2 નોટીકલ માઈલ દરિયાની વચ્ચે ગયા. કેસરી કુર્તા અને કોટી પહેરી, હાથમાં મોરપંખ સાથે તેઓ અરબી સમુદ્રની વચ્ચે પહોંચ્યા હતા. તેઓએ સ્કુબા ડાઈવીંગની કીટ અને ભારે ઓકસીજન સિલિન્ડર તથા ત્રણ ટ્રેનરની ટીમ સાથે પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કરવા સમુદ્રના તળિયે પહોંચ્યા જ્યાં તેઓએ કૃષ્ણ નગરીના અવશેષોને નમન કર્યું,

મોરપંખ શ્રધ્ધાપૂર્વક અર્પણ કર્યું, એટલું જ નહિ પરંતુ ધ્યાન સાધના કરી અને જાપ આરાધના પણ કર્યું. સેંકડો મિનિટો પાણીની અંદર રહ્યા બાદ તેઓ બહાર આવ્યા ત્યારે સૌપ્રથમ બોલી ઉઠ્યા કે તેઓ માટે સાહસ કરતા શ્રદ્ધા વધારે છે. અને સાથી ટીમે નરેન્દ્રભાઈના દ્રઢસંકલ્પને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. 

વડાપ્રધાન મોદીએ દ્વારકામાં જનસભા સંબોધન કરતા કહ્યુ કે, આજે સવારે જ્યારે તેઓએ પાણીની અંદર પ્રાચીન નગરીના દર્શન કર્યા તે તેમના જીવનનો સૌથી વધુ યાદગાર ક્ષણ બન્યું છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે દ્વારકામાં જે કંઈ થાય તે દ્વારકાધીશની ઈચ્છા વગર શક્ય નથી. મારી વર્ષોથી ઈચ્છા હતી જે સમુદ્રમાં નીચે કૃષણ નગરીના દર્શન કરૂ જે આજે શક્ય બન્યું છે.

પીએમ મોદીએ કહ્યું, ’હું ભગવાન શ્રી કૃષ્ણના કાર્યસ્થળ દ્વારકાધામને આદરપૂર્વક નમન કરું છું.  દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશના રૂપમાં નિવાસ કરે છે. અહીં જે કંઈ થાય છે તે દ્વારકાધીશની ઈચ્છા પ્રમાણે જ થાય છે. મેં દરિયામાં ઊંડે જઈને પ્રાચીન દ્વારકા જોયું. દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા વિશે પુરાતત્વ નિષ્ણાતોએ ઘણું લખ્યું છે.

એવું કહેવાય છે કે.ભગવાન વિશ્વકર્માએ સ્વયં આ દ્વારકા શહેરનું નિર્માણ કર્યું હતું.  આજે હું ખૂબ જ ખુશ છું, હું ખૂબ જ લાગણીશીલ છું. જે સપનું મેં દાયકાઓથી સેવ્યું હતું તે આજે એ પવિત્ર ભૂમિને સ્પર્શીને પૂર્ણ થયુંતમે કલ્પના કરી શકો છો કે હું મારી અંદર કેટલો આનંદ અનુભવતો હશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાહસિક ગણાતા  સ્કૂબા ડાઇવિંગ કરીને ઊંડા દરિયામાં ભગવાનશ્રી કૃષ્ણની પ્રાચીન નગરી દ્વારિકાના  દર્શન કર્યા હતા. આ અગાઉ લક્ષદ્દીપ ખાતે પણ વડાપ્રધાને સાહસિક એવું  સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. પુરાતત્વીય જાણકારોએ દ્વારિકા નગરી પર અનેક સંશોધનો કર્યા છે. જેને કારણે મારી પ્રાચીન દ્વારિકા દર્શન કરવાની તેમજ તેને જોવાની વર્ષોથી ઈચ્છા હતી.જે મારું સ્વપ્ન આજે પૂરું થયું છે.

ભગવાનશ્રી કૃષ્ણની પાવન ભૂમિ પર પધારવાનો મને અવસર મળ્યો ત્યારે સમુદ્રમાં રહેલ પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કરી પુરાતન ભવ્યતા તથા દિવ્યતાનો અનુભવ કર્યો તથા ભગવાનશ્રી કૃષ્ણનું સ્મરણ કરી મોરપંખ પ્રાચીન દ્વારિકા નગરીને અર્પિત કરી ગૌરવ અનુભવુ છું.હું દેશ કાજ કરવા સાથે દેવ કાજ કરવાનો દિવ્ય અનુભવ કરી રહ્યો છું. આ દર્શન દરમ્યાન 21મી સદીમાં ભારતના વૈભવની તસવીર પણ મારી આંખોમાં ઘૂમી રહી હતી.પ્રાચીન દ્વારકા નગરીના દર્શન કરી વિકસિત ભારતનો મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે. 

સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારે આસ્થા અને પ્રવાસનમા વધુ એક મોતી ઉમેરાયું છે. પ્રવાસીઓ સ્કૂબા ડાઇવિંગથી મૂળ દ્વારિકાના દર્શન કરી શકે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. 

સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે સોમનાથ, માધવપુર, પોરબંદર, દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્વર તથા સુદર્શન સેતુથી પ્રવાસન વિભાગને ઉતેજન મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારકાના ઊંડા દરિયામાં સાહસિક એવું  સ્કૂબા ડાઇવિંગ કરતા જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે,શાસ્ત્રોમાં પણ પ્રાચીન દ્વારકાનો ઉલ્લેખ છે.ભગવાન વિશ્વકર્માએ દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું હતું.જે ભારતમાં શ્રેષ્ઠ નગરનું ઉત્તમ ઉદાહરણ છે.

ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકાધામને શ્રદ્ધા પૂર્વક નમન કરતા તેમણે ઉમેર્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશ સ્વરૂપે અહી બિરાજમાન છે.અહી જે થાય છે તે દ્વારકા ઈચ્છાથી થાય છે.આદિ શંકરાચાર્યએ અહી શારદાપીઠની સ્થાપના કરી હતી. નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂકમણી મંદિર અહીના આસ્થાના કેન્દ્રો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj