મૃતક પતિના એક કરોડ પડાવી લેવા સાસુ-સસરાએ પરિણીતા પર ત્રાસ ગુજાર્યો

Crime | Rajkot | 18 May, 2024 | 04:32 PM
મારા પુત્રના પૈસા મારા જ કહેવાય કહીં સસરાએ પોતાના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી લીધાં’તા: સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે રહેતી પરિણીતાએ જૂનાગઢ રહેતાં સાસુ-સસરા સામે ફરીયાદ નોંધાવી
સાંજ સમાચાર

રાજકોટ. તા.18
હાલ સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે રહેતાં કેયુરિબેન રવિભાઈ ડઢાણીયાએ નોંધાવેલ ફરીયાદમાં તેના સસરા ગુલાબદાસ ગોકળદાસ ડઢાણીયા અને સાસુ રમીલાબેન (રહે. જનકપુરી સોસાયટી, જૂનાગઢ) વિરૂદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણીના 2014માં લગ્ન થયા હતા. સંતાનમાં હાલ 6 વર્ષની પુત્રી છે. 2020માં પતિનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેના ત્રણેક વર્ષ તેણી સાસરિયામાં રહ્યા હતા. જે દરમિયાન પતિના વીમાના પૈસા આવ્યા તેની બધી પ્રોસીઝર પુરી ન થઈ ત્યાં સુધી સાસુ- સસરાએ સારી રીતે રાખ્યા હતા. પૈસા ખાતામાં આવતા જ સાસુ-સસરાએ માનસિક રીતે હેરાન કરવાનું શરૂ કરી દીધુ હતું.તેણી જો પિયર જવાનું કહે તો, ઘરનું કામકાજ કોણ કરશે, હવે તું મારા ઘરમાં કામવાળી તરીકે છો, તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા.

ઘરમાં તે કામ કરે છે કે નહીં તે જોવા માટે સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા હતા. આઠેક માસ પહેલાં બંને પરિવારની સમજૂતી મુજબ તે પિતાને ત્યાં રહેવા આવ્યા હતા. તેના થોડા સમય બાદ સગામાં એક વ્યક્તિ તેને અને તેની માનસિક વિકલાંગ પુત્રીને સ્વીકારવા તૈયાર થતાં આગળ વધવાનું નકકી કર્યું હતું.ત્યારબાદ પતિના વીમાની રકમ માંગતા સસરાએ અલગ-અલગ બહાના બતાવવાનું શરૂ કર્યું હતું.

પતિના વીમાના રૂ.1 કરોડ આવ્યા હતા, જેમાં વારસદાર તરીકે તેનું નામ હતું. પરંતુ સસરાએ તેને વિશ્ર્વાસમાં લઈ તેના અને પોતાના નામનું સંયુક્ત ખાતું ખોલાવી તેમાં કરોડ જમા કરાવી દીધા હતા. બીજા બે, રૂ.બે-બે લાખના વીમા અને કાર ડેથ  વીમાના રૂ.15 લાખ તેના સસરાના ખાતામાં જમા થયા હતા. પતિ મૃત્યુ પામ્યા ત્યારે તેના ખાતામાં રૂ.1.80 લાખ હતા.

જેમાં વારસદાર તરીકે તે હતા. પરંતુ સસરાએ આ રકમ પણ તેની પાસે ઉપડાવી સંયુક્ત ખાતામાં નખાવી દીધી હતી. આ રીતે ખાતામાં રૂ. 1.5 કરોડ તથા વ્યાજની રકમ હતી.જેના ફક્ત તે કાયદેસરના વારસ હતા. આમ છતાં સસરાએ કહ્યું કે, તું સ્ત્રીપાત્ર છો, આ બધું તારાથી મેનેજ નહીં થાય, જેથી આપણા બંનેનું સંયુકત ખાતું ખોલાવી લેવાનું કહેતાં તેણે હા પાડતાં સંયુકત ખાતું ખોલાવ્યું હતું.

જેમાં કોઈ એકની સહીથી પૈસા ઉપડે તેવી જોગવાઈ હતી. આ ખાતાનો તમામ વહિવટ તેના સસરા કરતા. બાદમાં તેના સસરાએ બે-બે લાખના વીમાની જે રકમ આવી હતી તે સંયુક્ત ખાતામાંથી પોતાના નામની એફડી કરાવી નાંખી હતી. એટલું જ નહીં સંયુકત ખાતામાંથી પોતાના નામની 50 લાખની એફડી કરાવી હતી. થોડા સમય પછી સાસુના નામની બીજી 50 લાખની એફડી કરાવી નાખી હતી. તેના પતિના ખાતામાં રહેલા 1.80 લાખ પણ ઉપાડી લઈ સાસુના ખાતામાં જમા કરાવી દીધા હતા.પતિના નામનું અમદાવાદમાં મકાન હતું.

જેની લોનના હપ્તા પણ તેના પતિ ભરતા હતા. સસરાએ તેને વિશ્ર્વાસમાં લઈ, ફોસલાવીને તેની પાસેથી દસ્તાવેજ કરાવી સાસુના નામનો દસ્તાવેજ કરાવી નાખ્યો હતો. જેમાંથી તેને 5.75 લાખ આપ્યા. હતા. જયારે પુત્રીના નામની 6 લાખની એફડી કરાવી હતી.બાદમાં તેણીને સસરાએ વિશ્ર્વાસ તોડયાની વર્ષ 2023માં જાણ થતાં સસરાને આવુ કેમ કર્યું તેમ પૂછતાં ઉડાવ જવાબ આપી કહ્યું કે, મારા પુત્રના પૈસા મારા જ કહેવાય આ બાબતે વડીલો, કુટુંબીજનોને વાત કરતા બધાએ સમજાવીને સસરાને કહેતાં તેને પણ અહેસાસ થતાં રૂ.91.13 લાખ સંયુકત ખાતામાં જમા કરાવ્યા હતા.

આ રીતે તેના પતિના અવસાન બાદ આવેલી બધી રકમમાંથી રૂા.91 લાખ જ સંયુકત ખાતામાં જમા છે, બાકી રહેતી તમામ  રકમ સસરા પાસે અને સંયુકત ખાતામાં છે. જે રકમ પોતાની મરજીથી ઉપાડી શકતા નથી. રકમ સેવીંગ ખાતામાં હોવાથી તેની એફડી પણ કરાવી શકતા નથી. પરિણામે વ્યાજની નુકસાની જાય છે. તે રકમનો ઉપયોગ પણ કરી શકતા નથી. લગ્ન વખતે ચડાવેલા અને તેની પુત્રીના દાગીના પણ સસરાના કબજામાં છે. જે પણ સાસરિયાઓ ઓળવી ગયાં છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj