રાજકોટ, તા. 24
શ્રી ઋષભ દેવ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા આગામી તા. 26 મીના રવિવારે ગોંડલ સંપ્રદાયના ગૌરવવંતા રત્ન, ચારિત્ર્ય નિષ્ઠ પૂ. ગુરૂ ભગવંત શ્રી રાજેશમુનિ મ. તથા પૂજયશ્રીના શિષ્ય-શિષ્યા ભગવંતો આદિ ઠાણા, ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં શાશ્ર્વત એપાર્ટમેન્ટ, પારસ હોલ સામે, નિર્મલા રોડ પાસે, રાજકોટ ખાતે સવારે 8.30 થી 12.30 સુધી ‘ભવોભવની આલોચના’ અનુષ્ઠાનનું આયોજન કરાયું છે. આપણા આ ભવ તથા પૂર્વેના અનંતા ભવોના પાપકર્મોની આલોચના કરી પાપોથી હળવા થવાનો મંગલ અવસર બની રહેશે. પૂજય ગુરૂ ભગવંતના શ્રીમુખે ભવોભવની આલોચના કરવાનો અમૂલ્ય અવસર ચુકવા જેવો નથી.
આલોચનામાં લાભ લેવા ઇચ્છુકોએ પોતાનું નામ તથા ઉંમર વહેલા તે પહેલાના ધોરણે તા. રપના શનિવારના બપોરના 12.30 સુધીમાં ઋષભ દેવ સંઘ સંચાલિત સર્વે સંઘોના કાર્યાલયોમાં લખાવવા અથવા મો. નં. 94ર8ર પ19ર7 ઉપર મેસેજ કરવા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy