ઈન્ડિગોની ફલાઈટમાં મુસાફરને બેસવા ન મળ્યું! ‘એસટી’ જેવું દ્દશ્ય ખડુ થતા ફલાઈટ રીટર્ન

India | 22 May, 2024 | 11:29 AM
મુંબઈથી વારાણસી જતા વિમાનમાં ઘટના: ક્રુ મેમ્બર્સનું ધ્યાન પડયું: ઓવરબુકીંગનું પરિણામ
સાંજ સમાચાર

મુંબઈ: એસટીની ખચોખચ બસ કે ટ્રેનમાં ઉભા ઉભા પ્રવાસ ના કર્યો હોય તેવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે. પરંતુ કોઈ વ્યક્તિને પ્લેનમાં ટિકીટ બુક કરાવ્યા પછી પણ સીટ ના મળે અને તેણે ઉભાં ઉભાં પ્રવાસ કરવો પડે તેવું કોઈ કહે તો માનવામાં ના આવે. જો કે ઈન્ડીગોની એક ફલાઈટમાં થયેલો આવો જ એક છબરડો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઘટનાની વિગત અનુસાર, મુંબઈથી વારાણસી જતી ઈન્ડીગો એરલાઈનની એક ફલાઈટને ઓવરબુકીંગ થવાને કારણે ટેક-ઓફની ગણતરીની સેકન્ડસ પહેલાં જ એરોબ્રિજ પર પરત ફરવાની ફરજ પડી હતી.

ઈન્ડીગો એરની ફલાઈટ 68 6543 મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 7.50 કલાકે વારાણસી જવા માટે ઉપડી હતી. વિમાન હજી રનવે પર જ આગળ વધી રહ્યું હતું ત્યારે એકાએક ફલાઈટના ક્રુ મેમ્બર્સ પૈકી એકની નજર વિમાનના જેથી તેણે એક ફલાઈટ ટેક-ઓફ કરવાનું હોવાથી પોતાની સીટ પર બેસી જવા સૂચના આપી હતી.

જો કે મુસાફરે કહ્યું કે, બેસવાની જગ્યા નહીં હોવાથી તે ઉભો રહ્યો છે. આથી તરત જ ક્રુ મેમ્બરે બેઠક વ્યવસ્થાની ચકાસણી કરતાં ખરેખર તે મુસાફર પાસે ટિકીટ હોવા છતાં તેના માટે બેસવાની વ્યવસ્થા નહોતી. આથી તરત જ તેણે આ મામલે પાયલટને જાણ કરી હતી. આથી પાયલટે ફલાઈટ ટેક ઓફ કરવાને બદલે તરત જ તેને પરત ઓરોબ્રિજ પર વાળી લીધી હતી.

સંદીપ પાંડે નામના એક મુસાફરે જણાવ્યું હતું કે, ફલાઈટ પરત લવાયા બાદ તે મુસાફરને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ એરલાઈનના સ્ટાફે વિમાનમાં પ્રવાસ કરી રહેલાં તમામ મુસાફરોના કેબીન બેગેજની ચકાસણી કરી હતી. આ સમગ્ર કવાયતને પગલે આ ફલાઈટ આશરે એક કલાક જેટલી વિલંબથી ઉપડી હતી.

ઈન્ડીગોના પ્રવકતાએ આ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતુ કે, 6543 નંબરની ફલાઈટમાં પેસેન્જર બોર્ડીંગની પ્રક્રિયા દરમિયાન કોઈ ભુલ થવાને કારણે વેઈટીંગમાં રહેલા એક મુસાફરને કન્ફર્મ પેસેન્જરની ટિકીટ ફાળવી દેવાઈ હતી. જો કે એરક્રાફટ ટેકઓફ કરે તે પહેલાં જ આ ભુલ ધ્યાન પર આવતાં તે મુસાફરને પ્લેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમને કારણે ફલાઈટમાં એક કલાક જેટલો વિલંબ થયો હતો. વિમાનના પ્રવાસીઓને નડેલી અસુવિધા બદલ અમે ક્ષમા માંગીએ છીએ, અને ભવિષ્યમાં આવી ભુલ ના થાય તે માટે યોગ્ય પગલા લઈશું.

અમીત મિશ્રા નામના એક મુસાફરે એરલાઈન્સની આવી બેદરકારી અંગે બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન વિભાગે મુસાફરોની સુવિધાની અવગણના કરી એરલાઈન્સ વિરુદ્ધ આકરાં પગલાં લેવા જોઈએ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj