119કિ.મી.ની પૂરઝડપે કાર ચલાવી...

અમેરિકામાં ભારતીય છાત્રાને કચડી નાખનાર પોલીસકર્મી પુરાવાના અભાવે છૂટી ગયો

India, World | 22 February, 2024 | 05:11 PM
પોલીસ કર્મી સામે કેસ નહીં ચાલે
સાંજ સમાચાર

સીએટલ (અમેરિકા), તા.22
ગત 23 જાન્યુઆરીએ સીએટલના માર્ગ પર પૂરઝડપે જતી પોલીસ વાને રસ્તે ઓળંગી રહેલી ભારતીય છાત્રા જાહન્વી કંડૂલાને હડફેટે લેતા તેનું મોત થયું હતું, આ મામલે હવે એવી વિગત બહાર આવી છે કે જાહન્વીને હડફેટે લઇ મોત નિપજાવનાર  પોલીસકર્મી સામે પુરાવાના અભાવે કેસ નહીં થાય.

આ બનાવની વિગત એવી છે કે ગત 23 જાન્યુ.એ ભારતીય છાત્રા જાહન્વી કંડુલા રસ્તો ઓળંગી રહી હતી ત્યારે 119 કિ.મી.ની પૂરઝડપે જતી પોલીસની કારે જાહન્વીને હડફેટે લીધી હતી. જેમાં જાહન્વીનું મોત થયું હતું.

આ મામલે હવે એવી વિગત બહાર આવી છે કે જાહન્વીને કચડી નાખનાર પોલીસ અધિકારી સામે આપરાધિક કેસ નહીં થાય. પુરાવાના અભાવે પોલીસ અધિકારી કેવિન ડેવને છોડી મુકવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંડુલાની મોત હૃદયદ્રાવક છે અને તેની અસર કિંગ કાઉન્ટી સહિત પૂરી દુનિયામાં થઇ છે.

ઉલ્લેખનીય છે કે, કારની ટક્કર એટલી તો જોરદાર હતી કે જાહન્વી લગભગ 100 ફૂટ સુધી ઉછળીને દૂર ફેંકાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં પોલીસ વિભાગે બોડી કેમ ફૂટેજ જાહેર કર્યા હતા. જેમાં પોલીસ અધિકારી ઓડટર દુર્ઘટના પર હસતો જોવા મળ્યો હતો. જેની ખૂબ ટીકા થઇ હતી તેની સામે કાર્યવાહીની માંગ થઇ હતી. હંગામો થયા બાદ ઓડરને ઓપરેશનલ પોઝીશનથી હટાવાયો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj